ગુજરાતમાં આ શું થવા બેઠું છે? જુથ અથડામણે એકનો જીવ લીધો..!!! 30ના ટોળા સામે હત્યાનો ગુનો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતીમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામ્યું હતું.જૂથ અથડામણને લઈ સમગ્ર વિસ્તારમાં અને પ્રાંતિજ શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? જુથ અથડામણે એકનો જીવ લીધો..!!! 30ના ટોળા સામે હત્યાનો ગુનો

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતીને લઈ બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાંતિજ પોલીસ દ્વારા 17 સહીત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધી મોટા માઢ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતીમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામ્યું હતું.જૂથ અથડામણને લઈ સમગ્ર વિસ્તારમાં અને પ્રાંતિજ શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.જોકે સાબરકાંઠા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યું છે. 

એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્તરે અને શહેરમાં ખડકી દેવામાં આવ્યું છે. જોકે હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા 17 વ્યક્તિઓની સામે નામજોગ અને 30 ના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે ફરીવાર સ્થિતિ વણસે નહીં તે માટે હાલ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યું છે.

સમગ્ર ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ શહેર બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા જોકે હાલ પ્રાંતિજ બજાર વિસ્તાર સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે.બપોર બાદ મૃતકના ઘરેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નીકળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news