અમદાવાદ: લોકડાઉન છતા પણ UP, MP અને રાજસ્થાની શ્રમજીવીઓની હિજરત યથાવત્ત

લોકડાઉનના કારણે સમગ્ર દેશ અને રાજ્ય ઠપ્પ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતમાં બહારથી આવેલા સેંકડો શ્રમજીવીઓ પોત પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. જો કે લોકડાઉનના કારણે કોઇ વાહન નહી મળવાનાં કારણે આ શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે ખભે થેલા નાખીને ચાલતી પકડી છે. આ લોકો ચાલતા રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં પોતાના પારિવારિક ગામડે પરત ફરી રહ્યા છે. 
અમદાવાદ: લોકડાઉન છતા પણ UP, MP અને રાજસ્થાની શ્રમજીવીઓની હિજરત યથાવત્ત

અમદાવાદ : લોકડાઉનના કારણે સમગ્ર દેશ અને રાજ્ય ઠપ્પ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતમાં બહારથી આવેલા સેંકડો શ્રમજીવીઓ પોત પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. જો કે લોકડાઉનના કારણે કોઇ વાહન નહી મળવાનાં કારણે આ શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે ખભે થેલા નાખીને ચાલતી પકડી છે. આ લોકો ચાલતા રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં પોતાના પારિવારિક ગામડે પરત ફરી રહ્યા છે. 

ગુજરાત સરકાર અને સ્થાનિક શહેર તંત્ર દ્વારા વારંવાર તમામ શ્રમજીવીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે. તેમનાં રહેવા અને ખાવાની તમામ વ્યવસ્થા શહેર અને સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે શ્રમજીવી પરિવારો સતત હિજરત કરી રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાની પરિવારો દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં ચાલતા હિજરત કરવામાં આવી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા પ્રમાણમાં હિજરત કરી રહેલા પરિવારો માટે સરકાર દ્વારા પ્રાથમિક તબક્કામાં બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે હવે સરકાર દ્વારા તમામ શ્રમજીવીઓને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમ છતા હિજરત મોટા પ્રમાણમાં થઇ રહી છે.  સ્થાનિક પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. હાલ તો શ્રમજીવીઓની હિજરત મોટા પ્રમાણમાં ચાલુ છે. જેના કારણે તંત્ર પણ ચિંતિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news