ખેડૂતની વ્યથા, 100 રૂપિયે કિલો વેચાતા દાડમના 10 રૂપિયામાં પણ કોઈ લેવાલ નથી
લોકડાઉનમાં અનેક લોકોની કમર ભાંડી પડી છે. અનેક વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે. જેમાં ખેતીને પણ મોટાપાયે અસર થઈ છે. કચ્છનો પ્રથમ નંબરનો વ્યવસાય ખેતી છે. કચ્છમાં પાણીની અછત અને વધુ ટીડીએસવાળું પાણી હોતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. હાલ લોકડાઉનની પરિસ્થિતિ બાદ ખેતીની પેદાશનું બજાર ન મળતા ખેડૂત પરેશાન થયા છે. કચ્છના બાગાયતી ખેતી કરતા એક ખેડૂત કાંતિલાલ પટેલે 200 ટન દાડમ ફેંકી દીધા હતા. 100 રૂપિયે ખરીદાતા દાડમ અત્યારે 10 રૂપિયે કિલોના ભાવે પણ કોઈ લેતું નથી.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :લોકડાઉનમાં અનેક લોકોની કમર ભાંડી પડી છે. અનેક વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે. જેમાં ખેતીને પણ મોટાપાયે અસર થઈ છે. કચ્છનો પ્રથમ નંબરનો વ્યવસાય ખેતી છે. કચ્છમાં પાણીની અછત અને વધુ ટીડીએસવાળું પાણી હોતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. હાલ લોકડાઉનની પરિસ્થિતિ બાદ ખેતીની પેદાશનું બજાર ન મળતા ખેડૂત પરેશાન થયા છે. કચ્છના બાગાયતી ખેતી કરતા એક ખેડૂત કાંતિલાલ પટેલે 200 ટન દાડમ ફેંકી દીધા હતા. 100 રૂપિયે ખરીદાતા દાડમ અત્યારે 10 રૂપિયે કિલોના ભાવે પણ કોઈ લેતું નથી.
નખત્રાણાના સાંયરા યક્ષના ખેડૂત કાંતિલાલ પટેલે લોકડાઉન પછી માર્કેટમાં લેવાલી નથી તે અંગે વસવસો વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે, હાલ દાડમની ગ્રાહકી નથી. આ કારણે તેઓએ ખેતરમાં મહામહેનત ઉગાવેલ દાડમનો 225 ટન માલ બગડી ગયો છે.
કાંતિભાઈ પાસે આ દાડમને ફેંકી દેવા સિવાય કોઈ ઓપ્શન ન હતા. તેઓએ 200 ટન દાડમ ફેંકી દીધી છે. જેને કારણે 50 લાખ જેટલું નુકશાન થયું હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર કાંતિભાઈ જ નહિ, પણ અનેક ખેડૂતો રોજેરોજ ટ્રેકટર ભરીને ન વેચાયેલ માલ ફેંકી દે છે. એક પાકનું જનત કરવામાં ખેડૂતોના અનેક દિવસો ખેતરમાં પસાર કરવા પડે છે. વરસાદ હોય, કડકડતી ઠંડી હોય કે ગરમી હોય, દરેક દિવસોમાં તેને ખેતરમાં તો કામ કરવુ જ પડે છે. આવામાં જ પાક વેચાય જ નહિ, તો ખેડૂતોની કેવી પરિસ્થિતિ સર્જાતી હશે તે વિચારવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે