KUTCH: કુખ્યાત આરોપી નિખિલ દોંગા જેલમાંથી ભાગીને ફરવા ઉતરાખંડ જતો રહ્યો, 2 PSI સહિત 4 પોલીસ જવાનોની સંડોવણી
Trending Photos
કચ્છ : ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ અગાઉ ફરાર થઇ ગયો હતો. જેના પગલે કચ્છ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા હતા. જેના પગલે દોંગાને ઝડપી પાડવો તે કચ્છ પોલીસ માટે ઇજ્જતનો સવાલ તઇ ગયો હતો. જો કે આખરે કચ્છ પોલીસે નિખિલ દોંગાને ઝડપી લીધો છે. આ સાથે જ પોલીસ બેડામાં 4 અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભુજની ખાસ પાલાર જેલમાં રહેલો આરોપી નિખિલ દોંગા જી.કે જનરલ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો. જેમાં પોલીસની મિલિભગત પણ સામે આવી હતી.
જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસ કરનારા ડીવાયએસપી જે.એન પંચાલે જણાવ્યું કે, ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી નાસી છુટેલા ગુજસીટોક ગુનામાં કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મોટી સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપી નાસ્યો તેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઇલ કોલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઇ આર.બી ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી.
રિમાન્ડ દરમિયાન થયેલી પુછપરછમાં આરોપીને ભગાડવામાં અન્ય એક પીએસઆઇ અને એએસઆઇની સંડોવણી પણ સામે આવી હતી. જેમાં પીએસઆઇ એન.કે ભરવાડ અને એએસઆઇ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ પીએસઆઇ અને એએસઆઇ પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા. તેઓ ભાગી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે