4.3 તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છવાસીઓને ડરાવ્યા, મકાનોમાં પડેલી તિરાડોથી 2001નો ભૂકંપ યાદ આવ્યો
માવઠાં અને કરાનાં મારથી સ્તબ્ધ થયેલો કચ્છીઓ ગઈકાલે સમી સાંજે 7 વાગીને એક મિનિટના અંતરે ડચકાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.3 મેગ્નિટયૂડની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકાથી તેઓ ડરી ગયા હતા. ધરતી સહેજ ધ્રુજારી દર્શાવતાં 20 વર્ષ અગાઉના `કારીઘા' (જુના ઘાવ)તાજાં થઇ ગયા હતા અને સૌ કોઇ એકમેકની ખેર-ખબર પૂછતા થયા હતા. લગભગ અડધા કચ્છે આ ભૂકંપની ધ્રુજારી પશ્ચિમથી ભૂજ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં અનુભવી હતી. જોકે, સદનસીબે ક્યાંય કોઇ અમંગળ ઘટના ઘટી નથી કે નથી કોઇ નુકસાની થઈ. પરંતુ કેટલાક મકાનોની તિરાડ પડી હતી.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :માવઠાં અને કરાનાં મારથી સ્તબ્ધ થયેલો કચ્છીઓ ગઈકાલે સમી સાંજે 7 વાગીને એક મિનિટના અંતરે ડચકાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.3 મેગ્નિટયૂડની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકાથી તેઓ ડરી ગયા હતા. ધરતી સહેજ ધ્રુજારી દર્શાવતાં 20 વર્ષ અગાઉના `કારીઘા' (જુના ઘાવ)તાજાં થઇ ગયા હતા અને સૌ કોઇ એકમેકની ખેર-ખબર પૂછતા થયા હતા. લગભગ અડધા કચ્છે આ ભૂકંપની ધ્રુજારી પશ્ચિમથી ભૂજ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં અનુભવી હતી. જોકે, સદનસીબે ક્યાંય કોઇ અમંગળ ઘટના ઘટી નથી કે નથી કોઇ નુકસાની થઈ. પરંતુ કેટલાક મકાનોની તિરાડ પડી હતી.
આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય: DPS સ્કૂલની બસ આશ્રમના બાળકોને ક્યાં લઈ જાય છે?
ચોબારી પંથકમાં સાત અને એક મિનિટે મોટી તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેને લઇને લોકોમાં ભયનું વાતાવરણ હતું. આંચકાની તીવ્રતા ભલે 4.3 હતી પણ ધ્રુજારીનો સમય વધુ હતો. આખેઆખા પરિવારો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘરની અભેરાઇ પરથી વાસણો પડયા હતા. તો કાચાપાકા મકાનોની દીવાલોમાં તિરાડો પણ પડી હતી.
આ આંચકો કચ્છમાં મોટાભાગે સર્વત્ર નોંધાયો હોવાના સમાચાર ઠેરઠેરથી સાંપડી રહ્યા છે. રાપર, ભચાઉ, અંજાર, ભૂજ સહિતના વિસ્તારોમાં 2001ની યાદ અપાવતો ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. સદભાગ્યે કોઇ નુકસાની થઇ નથી.
અડધી રાતે નશામાં ધૂત થઈ નાગપુરની મહિલાએ કર્યું ધતિંગ, અમદાવાદના ગર્લ્સ PGનો બનાવ
અમદાવાદ સિસ્મોલોજી કચેરીના જણાવ્યા પ્રમાણે, આ આંચકો ભચાઉથી ઉત્તર-પૂર્વ 23 કિ.મી.ના અંતરે નોંધાયો હતો. જેની ઊંડાઇ 15.7 કિ.મી. અને તીવ્રતા 4.3 મેગ્નિટયૂડ નોંધાઇ હતી. સોમવારે સાંજે 7.1 મિનિટના આ કંપનનું કેન્દ્રબિંદુ 23.500 ઉત્તરીય અક્ષાંસ અને 70.414 પૂર્વીય રેખાંશમાં ભચાઉથી ઉત્તર-પૂર્વે 23 કિ.મી. રણમાં નોંધાયું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે