કચ્છમાં ફફડાટ: 5 મિનિટમાં 4.6 અને 3.6 રિક્ટર સ્કેલની તીવ્રતાના 2 ભૂકંપના આંચકા
રવિવારે રાત્રે 8.13 કલાકે 5.3નો ભૂકંપ આવ્યા બાદ સતત ગુજરાતમાં આફ્ટરશોકના અનુભવ થઇ રહ્યા છે. ગત રાતથી માંડી અત્યાર સુધી કુલ જેટલા આફટરશોક અનુભવાયા છે. ત્યારે કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી
Trending Photos
ગાંધીનગર: રવિવારે રાત્રે 8.13 કલાકે 5.3નો ભૂકંપ આવ્યા બાદ સતત ગુજરાતમાં આફ્ટરશોકના અનુભવ થઇ રહ્યા છે. ગત રાતથી માંડી અત્યાર સુધી કુલ જેટલા આફટરશોક અનુભવાયા છે. ત્યારે કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી. બપોરે 12:30થી 1 વાગ્યા સુધીમાં ગાળામાં 2 કંપનો અનુભવાયા હતા. તેમાં પણ પાંચ મિનિટના અંતરે બે મોટા આંચકા અનુભાવાયા હતા. 4.6 રિક્ટર સ્કેલનો 12:57 તથા 3.6નો 1:01 કલાકે આવ્યો હતો. જેમાં તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું. ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. તો ભચાઉ આસપાસ ગ્રામીણ વિસ્તારોમાં મકાનોને તિરાડો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભૂંકપનું કેન્દ્રબિંદુ પશ્ચિમઉત્તરપશ્ચિમ હતું. બીજો આંચકો 12:57એ આવ્યો હતો જેની તીવ્રતા 4.6 રિક્ટર સ્કેલની હતી અને ભચાઉથી 15 કિમી દૂર ઉત્તરઉત્તરપૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આંચકો 1:01 મિનિટે આવ્યો હતો તેની તીવ્રતા 3.6 રિક્ટર સ્કેલ હતી અને કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી ઉત્તરઉત્તરપશ્ચિમમાં હતું.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં ગઈકાલે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધી 12 જેટલા આફ્ટરશોક ગાંધીનગર સિષ્મોલોજી સેન્ટરમાં નોંધવામાં હતા. ગઈકાલે રાત્રે 8.13 મિનિટ એ 5.3ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉના વોંધ નજીક હોવાનું જાણવા મળ્યું છે.
સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર રાત્રે 8.13 કલાકે 5.3નો ભૂકંપ આવ્યા બાદ 8.19 કલાકે 3.1ની તીવ્રતા, 8.39 2.9 તીવ્રતા, 8.51 કલાકે 2.2 તીવ્રતા, 8.56 વાગે 2.5 તીવ્રતા, 10.02 વાગે 3.7 તીવ્રતા, 10.04 વાગે 2.5 તીવ્રતા, 1.46 કલાકે 1.6 તીવ્રતા, 3.53 કલાકે 1.6 તીવ્રતા, 3.55 કલાકે 1.4 તીવ્રતા, 3.58 કલાકે 1.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે