સુશાંતના મોત પર બહેનનો ખુલાસો, આર્થિક પરેશાની નથી, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર


સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવામાં મુંબઈ પોલીસ લાગેલી છે. પોલીસે સુશાંતની બહેન સાથે વાતચીત કરી છે. જેમાં કેટલીક મહત્વની વાતો સામે આવી છે.

 સુશાંતના મોત પર બહેનનો ખુલાસો, આર્થિક પરેશાની નથી, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની  આપઘાતની ઘટનાએ બધાને હલાવી દીધા છે. પટનાથી આવેલા 34 વર્ષનો સુશાંત છેલ્લા ઘણા સમયથી પરેશાન અને ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. તેના ગયા બાદ તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ દુખી છે. હવે નવા રિપોર્ટથી જાણવા મળ્યું કે, તેની બહેનના તેના ડિપ્રેશનથી પીડિત હોવા વિશે જાણકારી હતી. 

સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવામાં મુંબઈ પોલીસ લાગેલી છે. પોલીસે સુશાંતની બહેન સાથે વાતચીત કરી છે. જેમાં કેટલીક મહત્વની વાતો સામે આવી છે. બહેને પોલીસને જણાવ્યું કે, સુશાંતને આર્થિક રૂપથી કોઈ મુશ્કેલી નહતી. આર્થિક રૂપે બધુ બહાબર હતું. પાછલા સપ્તાહથી સુશાંતને ઠીક નહતું. 

બહેને પોલીસને જણાવી જરૂરી વાતો
બહેને જણાવ્યું કે, તે સુશાંતને મળવા તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર પણ ગઈ હતી. તેણે તા વાતનો ખુલાસો પણ કર્યો કે, સુશાંતના ડિપ્રેશન વિશે તે જાણતી હતી. પરંતુ તેને ખ્યાલ નહતો કે સુશાંત આટલું મોટું ભયાનક પગલું ભરી લેશે. બહેન પ્રમાણે સુશાંત જમીન સાથે જોડાયેલો વ્યક્તિ હતો. બધાની સાથે નોર્મલ રીતે વાત કરતો હતો. 

સુશાંતના મિત્રો રિયા, મહેશની પૂછપરછ કરશે પોલીસ, અભિનેતાએ બંન્નેને કર્યો હતો છેલ્લો કોલ  

સૂત્રો પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતે છેલ્લા કેટલાક દિવસથી પોતાના ડિપ્રેશનની દવાઓ લેવાની બંધ કરી દીધી હતી. તે ક્લિનિકલ ડિપ્રેશનનો શિકાર હતો. પરંતુ પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. 

સુશાંતના મેનેજરને તેના ફોનના પાસવર્ડની ખબર હતી, જેની મદદથી પોલીસને માહિતી મળી કે તેણે છેલ્લો કોલ પોતાના મિત્ર મહેશ કૃષ્ણા શેટ્ટીને કર્યો હતો. ત્યારબાદ બહેનને કોલ કર્યો અને થોડી વાતો તેની સાથે કરી હતી. મહેશે સુશાંતને ફરી કોલ લગાવ્યો હતો, પરંતુ ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો, તેથી કોલનો જવાબ મળ્યો નહીં. 

આ મામલામાં સુશાંતનો ફોન તપાસની કડી છે. પોલીસ તેના ફોનના રેકોર્ડ ચેક કરી રહી છે. તો તેણે આર્થિક તંગીની વાતને પોતાની તપાસમાંથી હટાવી દીધી છે. હાલ પોલીસ સુશાંતના મિત્રો અને પરિવાર પર ફોકસ કરી રહી છે. આ બધા સાથે પોલીસ ડિટેલમાં સવાલ જવાબ કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news