ભાજપના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યા દ્વારકાધીશના દર્શન
ચોટીલા ખાતે કોળી સમાજનું વિશાળ શક્તિપ્રદર્શન કર્યા બાદ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમના ટેકેદારો સાથે આજરોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
Trending Photos
રાજુ રૂપારેલિયા, દ્વારકા: કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ અને રાજ્યકક્ષાના મંત્રી બનેલ દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા દ્વારકાધીશના દર્શન કરી 2019માં કોંગ્રેસના બકવાસ કરતા નેતાઓને હેસિયત બતાવી દેવાની વાત કરી હતી. ગઈકાલે ચોટીલા ખાતે કોળી સમાજનું વિશાળ શક્તિપ્રદર્શન કર્યા બાદ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમના ટેકેદારો સાથે આજરોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તો પેટા ચૂંટણીમાં જીત બદલ ધુધાભાઇ ભરવાડે રાખેલ માનતા આજરોજ તેમની સાથે દર્શન કરી પૂર્ણ કરી હતી.
ત્યારબાદ ભરવાડ સમાજની જગ્યા પર તેમનો ભરવાડ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ આ તકે મુલા ભરવાડની જગ્યા પર આવેલ રામ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આવનાર 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે તેમજ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બને તેવી કામના ભગવાન દ્વારકાધીશ પાસે કરી હતી.
દ્વારકાનગરીના પાણીના પ્રશ્ન અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરાવી પાણીની તકલીફ દૂર થાય તેવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી. તો તાલુકાના 42 ગામો વચ્ચે કોઈ પશુ ડોકટર ન હોઈ પશુની સંભાળ માટે જરૂરી પશુ ડોક્ટર જગ્યા પર તાકીદે ભરી આપશે તેવી ખાતરી મંત્રી બાવળિયાએ આપી હતી. આ તકે કોળી સમાજ ઉપરાંત ભરવાડ સમાજ સહિત માલધારી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે