મોદી સરકાર ખેડૂતોની હજુ એક મોટી ભેટ આપી શકે છે, સેલરીની રકમ વધશે 

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ રવિવારે સંકેત આપ્યા કે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની ન્યૂનતમ મદદની રકમ ભવિષ્યમાં વધારી પણ શકાય છે.

મોદી સરકાર ખેડૂતોની હજુ એક મોટી ભેટ આપી શકે છે, સેલરીની રકમ વધશે 

ન્યૂયોર્ક: કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ રવિવારે સંકેત આપ્યા કે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની ન્યૂનતમ મદદની રકમ ભવિષ્યમાં વધારી પણ શકાય છે. નાણા મંત્રી પીયૂષ ગોયલે 2019-20ના વચગાળાના બજેટમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ન્યૂનતમ મદદ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને આ રકમ 3 હપ્તામાં આપવામાં આવશે. માસિક જોવા જઈએ તો 500 રૂપિયા દર મહિને ખેડૂતને મદદ મળે. જેટલીએ કહ્યું કે સરકારના સંસાધન વધશે જેનાથી ભવિષ્યમાં ખેડૂતોને અપાનારી આ વાર્ષિક મદદને વધારી શકાય તેમ છે. તેમણે કહ્યું કે રાજ્ય આ મદદ ઉપરાંત પોતાની રીતે આવક સમર્થન યોજનાઓની જાહેરાત કરી શકે છે. 

તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ યોજનાની આલોચના બદલ તેમને આડે હાથ લીધા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પ્રતિદિન 17 રૂપિયા આપીને તેમનું અપમાન કરી રહી છે. જેટલીએ કહ્યું કે વિપક્ષના નેતાએ 'પરિપકવ હોવું જોઈએ'. અને તેમને સમજવું જોઈએ કે તેઓ કોઈ કોલેજ યુનિયનની ચૂંટણી નહીં પરંતુ રાષ્ટ્રીય ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. 

જેટલીએ પીટીઆઈ ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે 12 કરોડ નાના અને સીમાન્ત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સરકારની યોજના તેમને ઘર આપવાની, સબસિડી પર અનાજ આપવાની, મફત સારવાર સુવિધા, મફત સાફસફાઈની સુવિધા આપવાની, વીજળી, રસ્તા, ગેસ કનેક્શન આપવાની યોજના તથા બમણું કરજ સસ્તા દરે આપવા જેવી યોજનાઓ ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માટેની છે. 

તેમણે કહ્યું કે ખેડૂતોને ન્યૂનતમ આવક સમર્થન આપવાનું આ પહેલું વર્ષ છે. મને ભરોસો છે કે સરકારના સંસાધન વધવાની સાથે આ રકમને પણ વધારી શકાય છે. લગભગ 15 કરોડ જમીન વગરના ખેડૂતોને આ યોજનામાં સામેલ નહીં કરવા અંગે જેટલીએ કહ્યું કે તેમના માટે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા અને અન્ય અનેક લાભ  છે. 

તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી એનડીએ સરકાર કયું સૌથી મોટું કામ કરવાનો દાવો કરે છે? પી. ચિદમ્બરમે 70,000 કરોડ રૂપિયાના કૃષિ ઋણમાફીની જાહેરાત કરી હતી. પરંતુ વાસ્તવમાં ફક્ત 52,000 કરોડ રૂપિયા અપાયા. કેગે પણ કહ્યું છે કે તેમાંથી એક મોટી રકમ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને જતી રહી. આ એક પ્રકારનું ફ્રોડ છે. 

જેટલીએ કહ્યું કે હાલની સરકારે ગ્રામીણ વિસ્તારોમાં જે લાખો કરોડો રૂપિયા લગાવ્યાં છે તે રકમ તેના કરતા વધુ છે. અમે 75,000 કરોડ રૂપિયા વાર્ષિકથી શરૂઆત કરી છે. મને લાગે છે કે આગામી વર્ષોમાં તેમાં વધારો થશે. જો રાજ્ય પણ તેમા જોડાય તો આ રકમ વધશે. કેટલાક રાજ્યોએ આ અંગે યોજના શરૂ કરી છે. મને લાગે છે કે હજુ વધુ રાજ્યો તે રસ્તે ચાલશે. જેટલી અમેરિકા સારવાર માટે આવ્યાં છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ દૂર કરવાની જવાબદારી રાજ્યોની પણ છે. 

અરુણ જેટલીએ કહ્યું કે કેટલીક રાજ્ય સરકારોએ આ કામ શરૂ કર્યું છે. હું નકારાત્મક દ્રષ્ટિકોરણ રાખનારા નવાબોને કહીશ કે તેઓ પોતાની રાજ્ય સરકારોને કહે કે આ સમર્થનની ઉપર પણ સરકાર  કઈક મદદ કરે. તેમણે કહ્યું કે આદર્શ સ્થિતિ એ હશે કે તમામ રાજકીય પક્ષો આ મામલે પક્ષગત રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરે જેવું જીએસટીના મામલે થયું હતું.

તેમણે કહ્યું કે મોટાભાગની કેન્દ્રીય યોજના 60:40ના રેશિયામાં હોય છે. સહકારી સંઘવાદના સિદ્ધાંત હેઠળ આવો આપણે તેને પણ 60:40 પ્રમાણે કરીએ. આલોચના કરવાની જગ્યાએ રાજ્ય સરકારોને 40 ટકા આપે તો ખરા. પી. ચિદમ્બરમ દ્વારા ગ્રાન્ટને મતોનો હિસાબ કિતાબ ગણાવવા પર જેટલીએ કહ્યું કે આ બે વસ્તુઓ પર ધન ખર્ચ થાય તો મને કોઈ સમસ્યા નથી. મને પરેશાની ત્યારે થાય છે જ્યારે પૈસા (ચૂપચાપ) લોકોના  ખિસ્સામાં જતા રહે છે. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news