ક્ષત્રિયો જેનો વિરોધ કરી રહ્યા છે ભાજપના એ ઉમેદવારની મિલકત જાણી મગજ ચકરાઈ જશે!

Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે કરેલા સોગંદનામાની વિગતો સામે આવી છે. જે અનુસાર રુપાલા અને તેમના પત્ની પાસે પોણા 6 કરોડની વ્યક્તિ દીઠ જંગમ મિલકત છે. જો કે તેમની કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી.

ક્ષત્રિયો જેનો વિરોધ કરી રહ્યા છે ભાજપના એ ઉમેદવારની મિલકત જાણી મગજ ચકરાઈ જશે!

Gujarat Poltics: વિવાદના વંટોળ વચ્ચે રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તમામ અટકળો અને વિવાદો પર પૂર્ણ વિરામ મુકીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભરીને નામાંકન દાખલ કરી દીધું છે. રાજકોટમાં રંગેચંગે રેલી અને સભા કરીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું. રાજકોટમાં રૂપાલાની જંગી રેલીનું આયોજન થયું. જ્યાં પ્રચંડ જનસમર્થન સાથે રૂપાલા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ફોર્મ ભરતા પહેલા પરસોતમ રૂપાલાના મિલકલની વિગતોને લઈને સોગંદનામું કર્યું હતું. હવે તમારા મનમાં સવાલ થશે કે રૂપાલા પાસે કેટલી મિલકત છે? તો આજે અમે તમને વિગતવાર જણાવીશું.

પરશોત્તમ રૂપાલાનું સોગંદનામુ..!
રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે કરેલા સોગંદનામાની વિગતો સામે આવી છે. જે અનુસાર રુપાલા અને તેમના પત્ની પાસે પોણા 6 કરોડની વ્યક્તિ દીઠ જંગમ મિલકત છે. જો કે તેમની કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી.

No description available.

પોણા 6 કરોડ રુપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત
સોગંદનામામાં પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત દર્શાવવામાં આવી છે, વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ છે. આ સિવાય રૂપાલા BSC, BED સુધીનો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે. રૂપાલાએ સોગંદનામામાં હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું છે, કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજે પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવી છે. રૂપાલાએ મહાદેવના મંદિર ખાતેથી દર્શન કરીને રેલીની શરુઆત કરી હતી અને ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે તેઓ બહુમાળી ભવન ગયા હતા અને ત્યાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનિય છે કે ક્ષત્રિય વિવાદ વચ્ચે સોમવારે રાત્રે સરકાર અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચેની બેઠકમાં કોઇ નિર્ણય આવ્યો ન હતો.

રાજકોટ બેઠક રસપ્રદ કેમ?

  • રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે
  • રાજકોટમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે
  • રૂપાલાના એક વિવાદિત નિવેદને ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો
  • ક્ષત્રિય સમાજ સતત રૂપાલાનો વિરોધ કરી રહ્યું છે
  • ભાજપ રૂપાલાને જ રાજકોટમાં લડવવા મક્કમ
  • ભાજપને ઉમેદવાર બદલવાથી પાટીદાર મત ગુમાવવાનો ડર
  • રાજકોટમાં પાટીદાર સમાજની વસ્તી સૌથી વધારે
  • રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર પાટીદાર
  • પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર
  • પરેશ ધાનાણી લેઉવા પાટીદાર
  • કડવા અને લેઉવા પાટીદારોના મત વહેંચાઈ જવાની આશંકા
  • જો કડવા અને લેઉવા પાટીદાર રૂપાલાને મત આપે તો રૂપાલાને રાહત
  • જો કડવા અને લેઉવા પાટીદારના મત વહેંચાય તો રૂપાલાને મૂશ્કેલી
  • પાટીદારોના મત વહેંચાય તો પરેશ ધાનાણીને ફાયદો મળી શકે
  • ક્ષત્રિયોના મત જો ધાનાણીને મળે તો કોંગ્રેસને ફાયદો થશે
  • ક્ષત્રિય, લેઉવા પાટીદાર, કોળી મત મળે તો કોંગ્રેસને ફાયદો
  • 22 વર્ષ પછી ફરી એક વખત રૂપાલા અને ધાનાણી વચ્ચે સીધો જંગ
  • 2002માં અમરેલી બેઠક પર ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા
  • ભાજપ માટે ક્ષત્રિયોનો વિરોધ શાંત કરવો જરૂરી
  • જો વિવાદ શાંત નહીં થાય તો રાજકોટ બેઠક પર નવા-જૂનીના એંધાણ
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news