અઠવાડિયા બાદ નરેશ પટેલ પત્તા ખોલશે, જો ભાજપમાં નહિ જાય તો આ વિકલ્પો પર કરી શકે છે કામ

Naresh Patel In Politics : નરેશ પટેલે હજુ એવો કોઈ સ્પષ્ટ સંકેત નથી આપ્યો કે તેઓ કયા પક્ષમાં જોડાવાના છે. પરંતુ આજે ઝી 24 કલાક પર જુઓ નરેશ પટેલ કયો નિર્ણય લેશે. અમે આપને એ ત્રણ વિકલ્પ બતાવી રહ્યા છીએ જેમાંથી કોઈ એક વિકલ્પને નરેશ પટેલ પસંદ કરવાના છે

અઠવાડિયા બાદ નરેશ પટેલ પત્તા ખોલશે, જો ભાજપમાં નહિ જાય તો આ વિકલ્પો પર કરી શકે છે કામ

અમદાવાદ :ખોડલધામના પ્રમુખ અને પાટીદાર નેતા નરેશ પટેલ બરાબર એક અઠવાડિયા પછી એક મોટી મીટિંગ બોલાવીને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે તેવુ તેમણે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું. આ મહાબેઠકમાં નરેશ પટેલ કયો નિર્ણય લઈ શકે છે તે અંગે ગુજરાતની નંબર વન ન્યૂઝ ZEE 24 કલાક પાસે એક્સક્લુઝીવ જાણકારી આવી છે. નરેશ પટેલે ગઈ કાલે રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની એક ખાસ બેઠક બોલાવી હતી. જેમાં અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર નેતાઓ હાજર હતા. બેઠક બાદ નરેશ પટેલે સીધી રીતે કહ્યું કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં અને જો રાજકારણમાં આવશે તો કયા પક્ષમાં જોડાશે તે નિર્ણય એક અઠવાડિયા પછી જાહેર કરી દેશે. તેમને દરેક પક્ષોએ આમંત્રણ આપ્યું છે. પરંતુ ખુદ નરેશ પટેલે હજુ એવો કોઈ સ્પષ્ટ સંકેત નથી આપ્યો કે તેઓ કયા પક્ષમાં જોડાવાના છે. પરંતુ આજે ઝી 24 કલાક પર જુઓ નરેશ પટેલ કયો નિર્ણય લેશે. અમે આપને એ ત્રણ વિકલ્પ બતાવી રહ્યા છીએ જેમાંથી કોઈ એક વિકલ્પને નરેશ પટેલ પસંદ કરવાના છે. 

પહેલો વિકલ્પ
નરેશ પટેલ સામે પહેલો વિકલ્પ છે કે, તેઓ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરે અને કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને પણ મનાવીને ઘીના ઠામમાં ઘી ઢોળે.

બીજો વિકલ્પ
નરેશ પટેલ સામે બીજો વિકલ્પ છે, તેઓ પાટીદાર સમાજમાં કરાવેલા સર્વેનો હવાલો આપીને રાજનીતિમાં જોડાવાનો ઈનકાર કરી દે અને માત્ર ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદની જવાબદારી સંભાળે. આવું એટલા માટે, કેમ કે, નરેશ પટેલ રાજનીતિમાં આવશે તો પાટીદાર સમાજમાં તેમની જે લોકપ્રિયતા છે તે ઘટી શકે છે.

ત્રીજો વિકલ્પ 
નરેશ પટેલ સ્વતંત્ર રીતે રાજનીતિમાં આવે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર નેતાઓને પોતાની સાથે જોડીને ગુજરાતમાં એક અલગ મોરચો બનાવે. આ નિર્ણય લેવો નરેશ પટેલ માટે સહેલો નથી. પરંતુ આ નિર્ણયથી તેઓ રાજનીતિમાં સ્વતંત્ર રીતે કામ કરી શકશે અને બધા પક્ષોથી નિરાશ મતદારોને પોતાની સાથે જોડીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. કોંગ્રેસની જે છબી છે તેનાથી દૂર રહેવું હોય તો તેઓ આ નિર્ણય લઈ શકે છે. 

આ ત્રણ વિકલ્પમાંથી જ નરેશ પટેલ કોઈ એક વિકલ્પને પસંદ કરી શકે છે. કેમ કે, તેઓ કોઈ ચોથો વિકલ્પ પસંદ કરે એવી શક્યતા ખૂબ ઓછી છે. અને ચોથો વિકલ્પ હોઈ શકે છે તેઓ ભાજપમાં જોડાય. પરંતુ સૂત્રોનું માનીએ તો નરેશ પટેલ ભાજપમાં નહિ જોડાય. તો પહેલો વિકલ્પ તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે, બીજો વિકલ્પ તેઓ સ્વતંત્ર મોરચો બનાવે અને ત્રીજો વિકલ્પ છે તેઓ રાજનીતિને બદલે ખોડલધામ ટ્રસ્ટમાં રહીને સમાજસેવાનું કામ કરે.

આ પણ વાંચો : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news