ખેરાલુ બેઠક પર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું, અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં

આજે ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ (Kheralu) બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસ (Congress) ના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે. 
ખેરાલુ બેઠક પર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું, અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં

અમદાવાદ :આજે ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ (Kheralu) બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસ (Congress) ના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે. 

પેટાચૂંટણીમાં સૌથી પહેલા ખેરાલુ બેઠકના પરિણામ સામે આવ્યું છે. ભાજપના અજમલજી ઠાકોરની ખેરાલુ બેઠક પર ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ઘણુ ઓછું મતદાન થયું હતું. 20 રાઉન્ડના અંતે કુલ 96825 મત ગણતરી પૂર્ણ થઈ હતી. ભાજપના અજમલજી ઠાકોરને 60783 મત મળ્યા હતા. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને 31757 મત મળ્યા હતા. એનસીપીના પથુજી ઠાકોરને 1752 મત મળ્યા. તો નોટામાં 1818 મત પડ્યા છે. ભાજપના અજમલજી ઠાકોરે 29026 મતે જીત હાંસલ કરી છે. પોતાની જીત પર અજમલજીએ કહ્યું કે, ખેરાલુની સીટ પર જીત વિકાસના મત પર મળી છે. તમામ ભાજપના કાર્યકર અને મતદારોનો હું આભાર માનું છું. 

જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વનાં આવ્યુ ત્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે. ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાવાની હતી. ખેરાલુ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજ (Thakor Samaj) નું પ્રભુત્વ રહેલું છે. જેથી બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાને ઉતારાયા હતા. 

અજમલજી ઠાકોરની રાજકીય સફર
અજમલજી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના રહેવાસી છે. તેઓ ગ્રામ સેવક પણ રહી ચૂક્યા છે. છેલ્લાં 6 વર્ષથી ખેરાલુ તાલુકા ભાજપ ના મહામંત્રી તરીકે કાર્યરત છે. ખેરાલુ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે પણ છે. 

બેઠકનો ઈતિહાસ
બેઠકનો સૌથી રસપ્રદ ઈતિહાસ એે છે કે તેના પર શંકરજી ઓખાજી પરિવારનો દબદબો જોવા મળે છે. એવી એક પણ ચૂંટણી નથી જ્યારે આ પરિવારના નેતાએ ચુંટણીમાં ઝંપલાવ્યું ન હોય. વર્ષ 1967ની વિધાનસભાની ચૂંટણીને બાદ કરતાં સતત વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમા શંકરજી ઓખાજી ચુંટણી લડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2007થી તેમના પુત્ર ભરતજી શંકરજી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2007, 2012 અને 2017માં ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news