અરવલ્લીની ગીરીમાળામાં બિરાજમાન ‘ખંડુજી મહાદેવ’નો મેળો, પશુઓની માનતાનો છે અનોખો મહિમા

જિલ્લાના દધાલિયા ગામે આવેલા ખંડુજી મહાદેવ મંદિરે વર્ષમાં એક જ વાર ભરાતો ભવ્ય લોક મેળો ભરાયો હતો. હજારો ભક્તોએ ભગવાન ભોલેનાથના દર્શન કરી પશુઓ માટે રાખેલી પોતાની માનતા પુરી કરી મેળામાં ટીકટોક સ્ટાર અલ્પીતા ચૌધરી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે વર્ષોથી લોક આસ્થા સાથે જોડાયેલું જિલ્લાનું આ પ્રાચીન સ્થાન સરકાર પાસે વિકાસ જંખી રહ્યું છે.

અરવલ્લીની ગીરીમાળામાં બિરાજમાન ‘ખંડુજી મહાદેવ’નો મેળો, પશુઓની માનતાનો છે અનોખો મહિમા

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લાના દધાલિયા ગામે આવેલા ખંડુજી મહાદેવ મંદિરે વર્ષમાં એક જ વાર ભરાતો ભવ્ય લોક મેળો ભરાયો હતો. હજારો ભક્તોએ ભગવાન ભોલેનાથના દર્શન કરી પશુઓ માટે રાખેલી પોતાની માનતા પુરી કરી મેળામાં ટીકટોક સ્ટાર અલ્પીતા ચૌધરી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે વર્ષોથી લોક આસ્થા સાથે જોડાયેલું જિલ્લાનું આ પ્રાચીન સ્થાન સરકાર પાસે વિકાસ જંખી રહ્યું છે.

અરવલ્લીની ગિરિમાળા વચ્ચે મોડાસાના ઉમેદપુર દધાલીયા ગામે ખંડુજી મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. લગભગ અઢીસો વર્ષ જુનું ખંડુજી મહાદેવનું આ અતિપૌરાણિક સ્વયંભુ મંદિર સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે. અહીંયા પ્રતિ વર્ષ ભાદરવા મહિનાના બીજા રવિવારે વર્ષમાં એકજ વાર ભરાતો પરંપરા અને ખેડૂતોની આસ્થા સાથે જોડાયેલો ભવ્ય લોક મેળો જે આજે ભરાયો હતો જેમાં અરવલ્લી,સાબરકાંઠા,અને મહિસાગર જિલ્લામાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.

જામનગર: સતત વરસાદથી નદી-નાળાઓ અને ડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ મેળાની વિશેષતામાં મહત્વની ખાસ વાત તો એ છે કે, આ મંદિર સાથે પશુપાલકો અને ખેડૂતોની આસ્થા જોડાયેલી છે. કહેવાય છે કે, કોઈ પશુ દૂધ આપવામાં ઉણું ઉતરે તો ખંડુજી મહાદેવની માનતા માનવાથી તે પૂર્ણ થાય છે. અને આ માનતાના કારણે આજે અહીં અનેક ખેડૂતોએ પોતાની માનતાઓ પણ પુરી કરી હતી. ત્યારે જિલ્લાનું હજારો ભક્તોની આસ્થા સાથે જોડાયેલું આ પૌરાણિક મંદિર વર્ષો બાદ પણ વિકાસથી વંચિત છે. અહીં આવતા ભક્તો માટે આજે પણ પાકો રસ્તો નથી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ સ્થાનનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરી વિકાસ કરવામાં આવે તેવું અહીં આવતા ભક્તો ઈચ્છી રહયા છે.

ભાદરવી મેળો: અંબાજીમાં પૂનમ સુધી 30 લાખ પેકેટ પ્રસાદી તૈયાર કરાશે, જુઓ ખાસિયતો

આ મેળામાં પોલીસ કોન્સ્ટેબલ માંથી સસ્પેન્ડ થયેલી ટીકટોક સ્ટાર અલ્પીતા ચૌધરી પણ મેળામાં મુખ્ય મહેમાન બની આવી હતી. ત્યારે ટીક ટોક સ્ટાર લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. મેળામાં આવેલા લોકોની અલ્પીતા ચૌધરી સાથે સેલ્ફી પડાવવા હોડ લાગી હતી. ત્યારે આ સ્ટારે આ વર્ષો જુના પ્રાચીન સ્થાનનો સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news