વડતાલના નૌતમ સ્વામી પ્રવચન આપતા સમયે ઢળી પડ્યા, જુઓ ઘટનાનો Live Video
viral video : વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી ઢળી પડ્યા... ચાલુ સભામાં પ્રવચન દરમિયાન ઢળી પડ્યા.... હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહની ઘટના.. કઠલાલમાં આયોજીત સભામાં ચક્કર આવતા ઢળી પડ્યા... નૌતમ સ્વામી ઢળી પડ્યાનો વીડિયો વાયરલ
Trending Photos
Swaminarayan : ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ સંતો સહીત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન પૂર્ણ કરી જયશ્રી રામના નાર લગાવતાં એ દરમિયાન અચાનક જ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. જોકે આસપાસના લોકોએ જીલી લેતા મોટી ઘાત ટળી હતી. આ બાદ તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવતા હાલ સ્વસ્થ છે.
ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700 થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામન નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે નિવાસદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, અનિરુદ્ધગિરી મહારાજ પણ હાજર રહ્યા હતા.
વડતાલ ધામના સંત નૌતમ સ્વામી ચાલુ સભામાં પ્રવચન કરતા કરતા ઢળી પડ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ..#vadtaldham #vadtal #ZEE24KALAK #viral #viral #viralvideo #Gujarat pic.twitter.com/gM6QMNx2Rx
— Zee 24 Kalak (@Zee24Kalak) July 3, 2023
આ ઉપરાંત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલા, મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મ સેના કઠલાલ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને મધ્યાહન ભાગમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામન નૌતમ સ્વામી પોતાનું પ્રવચન પૂર્ણ કરી રહ્યા હતા અને અંતમાં સૌને જયશ્રી રામના નાર લગાવતાં એ દરમિયાન એકાએક સ્ટેજના માઈક પરથી ઢળી પડ્યા હતા. અચાનક બે ભાન થતાં સંતુલન ગુમાવતા ઢળી પડ્યા હતા. જોકે તેમની નજીક રહેલા કાર્યકર્તાઓએ જીલી લેતા મોટી જાનહાનિ થઈ નહોતી. બાદમાં તુરંત મોરસનો ફાંકો મારી લેતા તેઓનુ સ્વાસ્થ્ય સારુ થઈ ગયું હતું.
આ બનાવ સંદર્ભે જિલ્લાના પ્રમુખ રાજન ત્રીપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના સાચી છે અને કાર્યક્રમના આગળના દિવસે તેમનો જન્મ દિવસ હતો જેથી કામનુ ભારણ હોવાથી આમ થયું હતું. જોકે હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે એ સમયે તુરંત મોરસનો ફાંકો મારી લેવાયા બાદ તુરંત સ્વસ્થ થઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે