આજે એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતા

આજે એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતા
  • આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે
  • આ મુલાકાતથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા છે

ગૌરવ દવે/રાજકોટ :બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જ 2022 ની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગઈકાલે ગુજરાત આવીને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ખેમામાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તો આ વચ્ચે 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેમાં વર્ષો બાદ લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની એક મંચ પર બેઠક મળશે.

ગુરાતની રાજનીતિ પર આ બેઠકની મોટી અસરો જોવા મળશે. આજે 12મી જૂને ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે. આ બેઠકને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. આ બેઠકમાં પાટીદારોની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ જોવા મળવાના છે. ત્યારે આ મુલાકાતથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા છે. 

આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે

  • ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
  • દિનેશ કુંભાણી - ખોડલધામ
  • મયુર સવાણી - સુરત
  • લવજી બાદશાહ-સુરત
  • જયરામ પટેલ - સીદસર મંદિર
  • દિલીપ નેતા - ઉંઝા મંદિર
  • વાસુદેવ પટેલ - સોલા ઉમિયા કેમ્પસ
  • રમેશ દૂધવાળા - સોલા ઉમિયા કેમ્પસ
  • આર.વી.પટેલ - વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
  • ગગજી સુતરિયા - સરદારધામ

ગુજરાત સરકારના કેબિનેટ વિસ્તરણ અને કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવાને લઈને પણ અનેક અટકળો...

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પાટીદારો એક મંચ પર જોવા મળ્યા હતા. આ વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2021માં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. ત્યારે વર્ષમાં બીજીવાર તેઓ એક મંચ પર જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news