બેંકમાંથી મોટી રકમ ઉપાડનારા લોકોને નિશાન બનાવતી ગેંગને જૂનાગઢ પોલીસે ઝડપી

બેંક નજીક રેકી કરી લોકોની નજર ચૂકવી રૂપીયાની ઉઠાંતરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગ્રીતો લાખો રૂપીયાની રોકડ સાથે ઝડપી લેતી જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી લીધા છે. આંતર રાજ્ય ચોરી કરનાર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી લેવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. ગત તારીખ 7 નવેમ્બરમાં રોજ માણાવદરમાંથી સ્કૂટરની ડેકીમાંથી 1 લાખ રૂપીયાની ચોરીની ઘટના બાદ પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમથી બંને શખ્સોને ઈવનગર રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. 
બેંકમાંથી મોટી રકમ ઉપાડનારા લોકોને નિશાન બનાવતી ગેંગને જૂનાગઢ પોલીસે ઝડપી

અમદાવાદ : બેંક નજીક રેકી કરી લોકોની નજર ચૂકવી રૂપીયાની ઉઠાંતરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગ્રીતો લાખો રૂપીયાની રોકડ સાથે ઝડપી લેતી જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી લીધા છે. આંતર રાજ્ય ચોરી કરનાર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી લેવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. ગત તારીખ 7 નવેમ્બરમાં રોજ માણાવદરમાંથી સ્કૂટરની ડેકીમાંથી 1 લાખ રૂપીયાની ચોરીની ઘટના બાદ પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમથી બંને શખ્સોને ઈવનગર રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. 

જયારે જૂનાગઢ એસપી રવી તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર બંને શખ્સોને ધરપક્કડ કર્યા બાદ પૂછપરછ કરતા ચોરીની વધુ વિગત બહાર આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં કુલ 4 ચોરી કર્યાની કબૂલાત કરી હતી તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચોરી કર્યાનું સામે આવ્યું હતું, ત્યારે બંને આરોપીએ 14 ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. ઝડપાયેલ આરોપી નંબર-1 રામેશ્વર ઉર્ફે ગુઢ્ઢા હજારીલાલ ધપાની સીસોદીયા, આરોપી - 2 નકુલ રાજકુમાર ચંદરસિંહ સીસોદીયા બંને આરોપી મધ્યપ્રદેશના હોવાનું ખુલ્યું છે. જયારે ઝડપાયેલ આરોપી પાસેથી 3 લાખ રૂપીયા રોકડ એક સ્વીફ્ટ કાર, મોબાઈલ સહીત કુલ રૂપીયા 8,06,000 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 

જૂનાગઢ એસ.પી. એ વધુ જણાવાયું હતું કે બંને શખ્સો મધ્યપ્રદેશથી કાર ભાડે કરી કોઈ પણ શહેરમાં રોકાણ કરતા હતા. બેંક આસપાસ આંટાફેરા મારીને રેકી કરવામાં આવતી હતી. જયારે કોઈ પણ ગ્રાહક બેંકમાંથી રૂપીયા ભરેલ થેલો બહાર લઈને નીકળે ત્યારે તેની નજર ચૂકવી રૂપીયાના થેલાની ઉઠાંતરી કરી ચોરી કરી લેતા હતા. જેમાં જૂનાગઢ જીલ્લાના માણાવદર, વંથલી અને અમરેલી જીલ્લાના બગસરા રાજકોટ જીલ્લાના જસદણમાંથી આશરે 3.50 લાખના રૂપીયાની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું હતું. જયારે ગુજરાત સીવાયના મધ્યપ્રદેશ, રાજસ્થાનના અલગ અલગ જીલ્લામાંથી કુલ 10 ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસની પુછપરછમાં લાખો રૂપીયાની ઉઠાંતરી કરનાર બંને શખ્સોએ કુલ 14 જગ્યાએ ચોરી કર્યાનું સામે આવ્યું છે. 

જૂનાગઢ LCB પોલીસે બંને શખ્સોની ધરપક્કડ કરી કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે. હજુ તેની સાથે ગેંગ માં કેટલા સાગ્રીતો છે અને ગુજરાત રાજ્યમાં કઈ કઈ જગ્યાએ વધુ ચોરી કરી છે તેની હાલ ઊંડાણ પૂર્વક તાપસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news