Live જુનાગઢ મનપા ચૂંટણી પરિણામ : જીત તરફ આગળ ભાજપ, 31 બેઠકો કબજે કરી
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જુનાગઢમાં જંગ જીતવા માટે 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જુનાગઢમાં 14 વોર્ડની 56 બેઠક પર 21 જુલાઇએ ચૂંટણી યોજાઈ હતી.
Trending Photos
સત્યમ હંસોરા/જુનાગઢ :જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જુનાગઢમાં જંગ જીતવા માટે 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જુનાગઢમાં 14 વોર્ડની 56 બેઠક પર 21 જુલાઇએ ચૂંટણી યોજાઈ હતી.
તમામ મતગણતરી કેન્દ્રથી લાઈવ :
-
જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા. કોંગ્રેસ કે NCPનું હજુ ખાતું નથી ખુલ્યું
અમરેલી-રાજુલાના માંડણ બેઠક પર ભાજપનો વિજય થયો. માંડણ બેઠક પરથી ભાજપના જમાલભાઈ મકવાણા ચૂંટાયા.
પાટણની સાંતલપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર અરજણભાઈ આહીરનો 2202 મતથી ભવ્ય વિજય થયો. ભાજપના સમર્થકો દ્વારા પેંડા ખવડાવી અરજણભાઈનું સ્વાગત કરાયું.
પોરબંદર કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર પરિણામ જાહેર થયું. કડેગી, કોટડા અને ખાગેશ્રી બેઠક પર ભાજપનો વિજય થયો. તો દેવડા અને ચૌટા બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો.
જૂનાગઢ વોર્ડ 2 અને વોર્ડ 6 ભાજપની પેનલ વિજેતા થઈ.
ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
બીજી તરફ, ભાજપ તરફી પરિણામ આવતા કોંગ્રેસના ઉમેદવારોએ હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસના લલિત વસોયા અને શૈલેષ પરમારે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કારણે સત્તા નહીં મળે. જોકે ગત ચૂંટણી જેટલી બેઠકો જાળવી રાખવાનો અમને વિશ્વાસ છે.
પોરબંદરના કુતિયાણા તાલુકા પંચાયતની કડેગી બેઠક પર ભાજપની જીત થઈ છે. તો રાતિયા બેઠક પર પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે.
જૂનાગઢ વિસાવદર તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. મોણીયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દયાબેન કિશોરભાઈ ડોબરીયા વિજેતા થયા છે.
કચ્છની 4 તાલુકા પંચાયત 5 સીટના ઉમેદવાર જાહેર થયા છે. અંજાર તાલુકા પંચાયતની ટપ્પર સીટ ઉપર કોંગ્રેસ 117 વોટથી શામજી ભૂરા ડાંગર વિજયી બન્યા છે. નખત્રાણા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર મંજુલાબેન નાથાણી 835 મતે વિજયી બન્યા છે. નખત્રાણાના વિરાણી સીટ બીજેપીના 123 મતથી જીત્યા છે. તો ભૂજ તાલુકા પંચાયતની ઝુરા બેઠક ઉપર 243 મતથી વાલજી વેલજી મ્હેસવરી અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ગાંધીધામના અંતરજાળ સીટ પર ભાજપના રમીલાબેન 25 મતથી જીત્યા છે.
ખેતી નિષ્ફળ જતા પોરબંદરના ખેડૂતોને રોવાનો વારો આવ્યો, પાક વીમાની કરી માંગ
આજે જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ આવશે. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે. 14 વોર્ડની 56 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. 10 ટેબલ ઉપર રાઉન્ડ મુજબ ગણતરી થશે. 27 જેટલા રાઉન્ડ સાથે મતગણતરી પૂર્ણ થશે. ત્યારે આવામાં ભાજપે 50થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ત્યારે શું કોંગ્રેસમાં ભંગાણનો લાભ ભાજપ લઈ જશે ખરો.
ગાંધીનગર મનપાની એક બેઠક પર અને 5 જિલ્લા પંચાયતોની પાંચ બેઠક પર પેટાચૂંટણીની યોજાઈ હતી. ત્યારે જિલ્લા પંચાયતની બેઠકો પર 11 ઉમેદવાર ભાવિ નક્કી થવાના છે અને 14 તાલુકા પંચાયતની 43 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે, જેમાં તાલુકા પંચાયતની બેઠકો પર 93 ઉમેદવારનું આજે ભાવિ નક્કી થશે.
21મી તારીખે યોજાયેલી જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 50 ટકાથી પણ ઓછું મતદાન થયું હતું. વરસાદને કારણે ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું હતું. ત્યારે હવે જીત કોના પક્ષે થશે તે મોટો સવાલ છે. આ વખતે ચૂંટણી પહેલા એક તરફ રાજકીય તોડજોડ અપનાવવામાં આવ્યું હતું, તો બીજી તરફ નવા સીમાંકનને કારણે પણ ગઈકાલે અનેક મતદારો અટવાયા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે