Junagadh: ભવનાથમાં સાધુ-સંતોએ રવેડી બાદ મૃગીકૂંડમાં સ્નાન કર્યું, મહાદેવની મહાઆરતી સાથે મેળાનું સમાપન

જૂનાગઢના ભવનાથ તળેટી (Bhavnath Taleti) માં આ વર્ષ કોરોનાનાં કારણે માત્ર સાધુ સંતો માટે જ મહાશિવરાત્રી મેળાનું (Junagadh Mahashivratri Fair 2021) આયોજન કરાયું છે. મહાશિવરાત્રી (Mahashivratri) નિમીતે રાત્રે પરંપરાગત રીતે સાધુ સંતોની રવેડી યોજાઈ હતી

Junagadh: ભવનાથમાં સાધુ-સંતોએ રવેડી બાદ મૃગીકૂંડમાં સ્નાન કર્યું, મહાદેવની મહાઆરતી સાથે મેળાનું સમાપન

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથ તળેટી (Bhavnath Taleti) માં આ વર્ષ કોરોનાનાં કારણે માત્ર સાધુ સંતો માટે જ મહાશિવરાત્રી મેળાનું (Junagadh Mahashivratri Fair 2021) આયોજન કરાયું છે. મહાશિવરાત્રી (Mahashivratri) નિમીતે રાત્રે પરંપરાગત રીતે સાધુ સંતોની રવેડી યોજાઈ હતી. રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોએ શાહીસ્નાન (Shahi Snan) કર્યું હતું. ત્યારબાદ ભવનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. આ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો (Mahashivratri Fair) સંપન્ન થયો છે. 

ગિરનાર તળેટીમાં ગત તા.7 નાં મહાવદ નોમતી ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. કોરોના સંક્રમણ ન વધે તે માટે આ વર્ષે મેળામાં લોકોને જવા પર પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. માત્ર સાધુ સંતો તેમજ સેવકો તથા અન્નક્ષેત્રોના સ્વયંસેવકોને મર્યાદીત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોનાના લીધે નિયંત્રણ હોવાથી ભવનાથ તળેટીમાં મેદની વિના સુમસામ માહોલ સર્જાયો હતો. દર વર્ષે મહાશિવરાત્રીના આગલા દિવસે શહેરના બસ સ્ટેન્ડ, રેલવેસ્ટેશન, મજેવડી દરવાજા, કાળવા ચોકમાં મેળાના લીધે ભારે ટ્રાફીક થતો હતો. પરંતુ આ વર્ષે તેવું કંઈ જોવા મળ્યું નથી.

આજે  મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે. સવારે સાધુ - સંતો ભાગંની પ્રસાદી તૈયા કરી હતી. અને શિવજીની આરાધના કરી. જયારે રાત્રીના શ્રી પંચદશનામ જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડાના સાધુ - સંતો પોતાના આરાધ્ય દેવ સાથે વાજતે - ગાજતે રવેડીમાં જોડાયા હતા. આ રવેડી દરમ્યાન સાધુ સંતો અંગ કસરત, લાઠીદાવ તથા તલવાર બાજી જેવા કરતબો રજૂ કરી હતી. ભવનાથ ક્ષેત્રમાં નિયત રૂટ પર થઈ રવેડી પરત ભવનાથ મંદિરે પરત પહોંચી હતી. જયાં સાધુ સંતો પોતાના આરાધ્ય દેવને મૃગીકુંડમાં શાહી સ્નાન કરાવી પોતે પણમૃગી કુંડમાં ડૂબકી લગાવી હતી. મૃગીકુંડમાં સાધુ સંતોના શાહીસ્નાન બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી. આ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનું સમાપન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news