JAU: વરસાદ ખેંચાતા મગફળીમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના, કૃષિ યુનિ. દ્વારા કરાઇ ભલામણો
જૂનાગઢ (Junagadh) જીલ્લામાં 60 ટકા જેટલું વાવેતર થઈ ગયું છે અને હજુ 40 ટકા જેવું બાકી છે હાલ વરસાદ ખેંચાયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે.
Trending Photos
સાગર ઠાકર, જુનાગઢ: વરસાદ ખેંચાતા મગફળી (Peanuts) ના પાક માટે કૃષિ યુનિ. દ્વારા ખેડૂતો ઉપયોગી જરૂરી ભલામણો કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા અને તાપમાનમાં વધારો થતાં ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના છે. ત્યારે પાકને બચાવવા કૃષિ યુનિ. દ્વારા ભલામણો કરવામાં આવી છે. તેમાં વેલડી કે અર્ધ વેલડી મગફળી (Peanuts) ને બદલે ઉભડી મગફળીનું વાવેતર કરવા સલાહ અપાઈ છે. સાથે જેમણે વાવેતર કરી દીધું છે અને સુકારો જોવા મળતો હોય તો ટ્રાઈકોડમાં પાવડરના ઉપયોગની પણ ભલામણો કરાઈ છે.
જૂનાગઢ (Junagadh) જીલ્લામાં 60 ટકા જેટલું વાવેતર થઈ ગયું છે અને હજુ 40 ટકા જેવું બાકી છે હાલ વરસાદ ખેંચાયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે. ત્યારે મગફળીમાં ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના છે. જેના માટે ડાયમીથીઓયેટ 20 મીલી અથવા થાયોમીથોકઝામ 2.5 ગ્રામ અથવા મીથાઈલ ઓ ડીમેટોન 10 મીલી અથવા ફોલ્ફામીડોન 3 મીલી ને 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવા ભલામણ કરાઈ છે. તેમજ જો સુકારો જોવા મળે તો 50 થી 60 ગ્રામ જેટલો ટ્રાઈકોડર્મા પાવડર 10 લીટર પાણીમાં નાખીને નોઝલ કાઢીને સુકારો હોય ત્યાં ડ્રેન્સિંગ એટલે કે ધાર કરીને પાવાની ભલામણ કરાઈ છે.
જેમને પાણીની સગવડતા ન હોય તેમણે વરસાદની રાહ જોયા વગર ડ્રીપ ફુવારા અને ક્યારામાં પિયતની સલાહ અપાઈ છે. જે ખેડૂતો (farmer) ને હજુ વાવણી બાકી છે તેવા ખેડૂતોને વેલડી કે અર્ધ વેલડી મગફળી (Peanuts) ને બદલે ઉભડી મગફળીનું વાવેતર કરવું જોઈએ સાથે દિવેલા, તુવેર અથવા કઠોળ જેવા આંતરપાક લેવાની પણ ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે જેથી પાકને બચાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે