રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું Live મોત : FB પર ચાલુ લાઈવમાં એટેક આવ્યો

રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું Live મોત : FB પર ચાલુ લાઈવમાં એટેક આવ્યો
  • રાજકોટના જાણીતા વકીલ અને સંગીતપ્રેમી અતુલ સંઘવીનું એફબી લાઈવ દરમિયાન મોત નિપજ્યું
  • જૂના ગીતો સાંભળતા હતા, ત્યાં અચાનક એટેક આવતા તરફડીયા માર્યા અને ત્યાં જ મોત થયું 

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના જાણીતા વકીલ અતુલભાઈ સંઘવીનું હાર્ટએટેકથી નિધન થયું છે. નિત્યક્રમ મુજબ રાત્રે તેઓ FB લાઇવ પર ગીત સંગીત સાંભળવામાં મગ્ન હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. FB લાઇવ દરમિયાન તેમને પ્રાણધાતક હાર્ટ એટેક આવતા તેમનુ મોત લાઈવ થયું હતું અને અસંખ્ય લોકોએ જોયું હતું. કોરોના મહામારી અતુલભાઈ સંધવી (Atul Sanghvi) એ  ઉમદા કામગીરી બજાવી હતી. તેમણે ઓક્સિજન સહિતની સેવા આપી હતી. ત્યારે તેમના મોતથી તેમના ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. 

સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અતુલભાઈ
રાજકોટના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી અતુલભાઈ સંઘવી મધ્યરાત્રિએ ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટ એટેક આવતા 61 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. રાજકોટની જાણીતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટની અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયેલા હતા. રાજકોટ સિટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રાફિકના લગતા અનેક પ્રોજેક્ટમાં અગ્રેસર રહી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. અસંખ્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2021

ફેસબુક લાઈવમાં જ અતુલભાઈએ દમ તોડ્યો
એફબી લાઈવ દરમિયાન અતુલભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ તરફડિયાં મારવા માંડ્યા. સોશિયલ મીડિયા પર લાઈવ થયેલા તમામ લોકોએ તેમની આ હાલત નિહાળી હતી. લોકોએ તરત કોમેન્ટ પણ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news