ગુજરાતના 13 જિલ્લામાં 100 સ્થળો પર ATS-GSTનું સંયુક્ત મેગા ઓપરેશન, 90થી વધુ લોકોની અટકાયત!

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ડ્રગ્સ અને આર્થિક નુકસાન થાય તે પ્રકારના નેટવર્કને રોકવા માટે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરાયું છે. 

ગુજરાતના 13 જિલ્લામાં 100 સ્થળો પર ATS-GSTનું સંયુક્ત મેગા ઓપરેશન, 90થી વધુ લોકોની અટકાયત!

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ATS અને GSTનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં 100 સ્થળો પર મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં 90થી વધુ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે. દેશ વિરોધી પ્રવૃત્તિને અટકાવવા માટે આ મેગા ઓપરેશન હાથ ધરાયું હોવાની માહિતી મળી રહી છે. ડ્રગ્સ અને આર્થિક નુકસાનને રોકવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં 13 જિલ્લામાં ATS અને GST નુ સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ડ્રગ્સ અને આર્થિક નુકસાન થાય તે પ્રકારના નેટવર્કને રોકવા માટે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરાયું છે. 

મહત્વનું છે કે, ATS અને GST નુ સંયુક્ત મેગા ઓપરેશનમાં 100 સ્થળો પર ઓપરેશન હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં 90થી વધુ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news