Lockdownને કારણે જેતપુરનો સાડી ઉદ્યોગ ભાંગી પડ્યો, 15-20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા

જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશની કોટન પ્રિન્ટિંગ કાપડની મોટાભાગની માંગ જેતપુર પૂરી પાડે છે. ત્યારે કોરોના વાયરસના પગલે આવેલ લોકડાઉનના જેતપુરનો આ ઉદ્યોગ લોકડાઉન થઇ રહ્યો છે અને અંદાજિત 1500 કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજે 15 થી 20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા છે.
Lockdownને કારણે જેતપુરનો સાડી ઉદ્યોગ ભાંગી પડ્યો, 15-20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા

નરેશ ભાલીયા/જેતપુર :જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશની કોટન પ્રિન્ટિંગ કાપડની મોટાભાગની માંગ જેતપુર પૂરી પાડે છે. ત્યારે કોરોના વાયરસના પગલે આવેલ લોકડાઉનના જેતપુરનો આ ઉદ્યોગ લોકડાઉન થઇ રહ્યો છે અને અંદાજિત 1500 કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજે 15 થી 20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા છે.

કોટન પ્રિન્ટિંગનું નામ આવે એટલે તરત જ જેતપુરનું નામ સામે આવે છે. જેતપુરમાં અંદાજે 1800 કારખાનાઓ આ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આ ઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજિત 30 થી 35 હજાર જેટલા લોકો સંકળાયેલ છે. લોકડાઉંનના પગલે આ કારખાનાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. આ કારખાનાઓમાં મોટાભાગે અન્ય રાજ્યોમાંથી આવતા કામદારો હાલ કામ ન હોવાને કારણે બેકાર બની ગયા છે. ટાયરે કારખાનેદાર માલિકો દ્વારા આ મજૂરોનો પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આવા કામ નહિ કરી રહેલ મજૂરોને કારખાનેદાર માલિકો દ્વારા પોતપોતાના કારખાના અને અન્ય જગ્યાએ રાખીને તેમની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. મહેનતાણું પણ ચૂકવવામાં આવી રહ્યું છે. આમ, છતાં પણ આ કારખાનેદાર માલિકો સામે લોકડાઉન ખૂલતા પરપ્રાંતીય કામદારો પોતાના વતનમાં જતા રહેવાની પૂરી શક્યતા છે. જેની મોટી અસર આ ઉદ્યોગ ઉપર પડશે તે ચોક્કસ છે.

ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલીયાએ જણાવ્યું કે, મજૂરોની વાત આવે ત્યારે હાલ તો જેતપુરના કારખાનેદાર માલિકો દ્વારા તેમના મજૂરોનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ નવરા બેસીને કંટાળી ગયેલ કામદારોને હવે તેનું ઘર યાદ આવી રહ્યું છે. તેથી તેઓ ઘરે જવા માટે લોકડાઉન ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે તેઓ હાલ વધારાનું કામ ન હોય ઘરે પૂરતા રૂપિયા પણ મોકલી શક્તા નથી. કામદારોની માનસિક સ્થિતિ જોઈને તેઓ લોકડાઉન ખૂલતા ઘરે જતા રહેતા આ ઉદ્યોગને કામદારોનો તકલીફ ચોક્કસથી પડેશે. 

જેતપુરનો સાડી અને કોટન પ્રિન્ટીંગ ઉદ્યોગ ભારતના અન્ય રાજ્યો સાથે પણ સંકળાયેલ છે, અહીં જે કાપડ છપાય છે તે તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાંથી આવે છે. હાલ તો અહીં કાપડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ લોકડાઉન ખૂલ્યા પછી કારખાનાઓ વ્યવસ્થિત ચાલુ થતા સમય લાગે તેમ છે, સાથે આ ઉદ્યોગની મુશ્કેલી એ છે કે અન્ય રાજ્યોમાં જે માલની સપ્લાય કરવાની હતી. તેન પર બ્રેક લાગી છે અને જેના હિસાબે જે પેમેન્ટ છે તે અટકતા મોટી મુશ્કેલી સર્જાઈ છે.

જેતપુરના અગ્રણી ઉદ્યોગપતિ મનસુખભાઈ ખાચરીયા જણાવે છે કે, જેતપુરના કારખાનામાં થતા ઉત્પાદનની વાત કરવામાં આવે તો જેતપુરમાં રોજે 50 લાખ મીટર કાપડનું છપાણ થઈને ઉત્પાદન થતું હતું, જે હિસાબે હિસાબ કરવામાં આવે તો રોજનું 25 કરોડ રૂપિયાના ઉત્પાદનની નુકસાની થઈ રહી છે. જે હિસાબે 40 દિવસના લોકડાઉન દરમિયાન આ ઉદ્યોગને ઓછામાં ઓછું 1 હજાર 500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, આ ઉદ્યોગના કારખાનેદાર માલિકો સામે નુકસાની સહન કરવા સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારોને સાચવી રાખવાનો પડકાર પણ સામેલ છે. આ ઉદ્યોગમાં મોટું એક્સપોર્ટ પણ થાય છે, ત્યારે હાલ બધું બંધ હોઈ એક્સપોર્ટનું પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ ઉદ્યોગ દ્વારા સરકારને એક વિનંતી છે કે જે એક્સપોર્ટના ઓડૅર છે તે માટે પ્રોડશન કરવાની છૂટ આપવામાં આવે. 

લોકડાઉન પૂરું થયા પછી પણ આ ઉદ્યોગને સ્થિર થતા લાંબો સમય લાગે તેવું છે. જેને લઈને આ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગપતિઓ દ્વારા સરકાર પાસે ખાસ અપેક્ષા રાખીને બેઠા છે. હાલ તો આ ઉદ્યોગ 40 દિવસ માટે બંધ છે અને કામદારો નવરા બેઠા છે, ત્યારે આવનાર પરિસ્થિતિને સાથે રાખીને ઉદ્યોગકારો આગળ ચાલે તેવી શક્યતા સાથે સરકાર પણ આ ઉદ્યોગને યોગ્ય પ્રોત્સાહન આપે તે જરૂરી છે તેવુ તેઓ ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news