BIG BREAKING : ગુજરાત સરકારે આપી સૌથી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ
Jantri Rates Gujarat : નવી જંત્રી અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય... નવી જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રખાયો... નવી જંત્રી 15 એપ્રિલથી થશે લાગુ
Trending Photos
Jantri Rates Gujarat : છેલ્લા કેટલાક દિવસોથી જંત્રીના ડબલ ભાવ બિલ્ડરો તથા રાજ્યભરના નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો હતો. આ અંગે રાજ્યભરમાંથી ઉઠેલા વિરોધને પગલે આખરે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે. જે મુજબ જંત્રી દરમાં કરાયેલો વધારો હવે તારીખ 15 એપ્રિલ, 2023 થી અમલી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. 15 એપ્રિલ, 2023 થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. તદ્દઅનુસાર , રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે.
સરકાર સામે બિલ્ડરોની લડાઈ રંગ લાવી, સરકાર ઝૂકી
રાતોરાત જંત્રી ડબલ કરી દેતા ગુજરાતભરના બિલ્ડર અકળાયા હતા. ક્રેડાઈએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. સાથે જ નવી જંત્રી 1 મે થી લાગુ કરવા ડેવલપર દ્વારા સરકારને માંગ કરાઈ હતી. તેમજ જંત્રીમાં રહેલ વિસંગતતાઓ દૂર કરવા પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજુઆત કરી હતી. સાથે જ પ્રજાના માથા પર પણ આ ભાર વધારે હતો. જંત્રીનો ભાવ ડબલ થઈ જતા તેઓને સીધા ડબલ રૂપિયા ચૂકવવાના થાત. તેથી ગુજરાતભરના નાગરિકો માટે આ રાહતના સમાચાર છે.
આ પણ વાંચો :
જંત્રીમાં વધારા પહેલા સરવે કરવો જોઈતો હતો
રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણા કરતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા હતા. જે માટે ગુજરાત ક્રેડાઈ દ્વારા વીડિયો કોન્ફરન્સથી બેઠક બોલાવાઈ હતી. ક્રેડાઈના ઉપ પ્રમુખ સુજીત ઉદાણીએ કહ્યું હતું કે, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો તેનો વાંધો નથી, પરંતું રાતો રાત વધારો ઝીંકી દેવામાં આવ્યો તેની સામે વાંધો છે. જંત્રીમાં ભાવ વધારા પહેલા સર્વે કરવો જોઈતો હતો. બિલ્ડરો અને લોકોને સમય મર્યાદા આપવી જોઈએ. તાત્કાલિક જંત્રીના ભાવ ડબલ કરતા બિલ્ડરો અને મિલકત ખરીદનારા લોકોને મુશ્કેલી થશે. બિલ્ડરોને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોમાં નુકસાની વેઠવી પડશે. જંત્રીના ભાવ વધતા અનેક દસ્તાવેજો અને આર્થિક વ્યવહારો અટક્યા છે. તેથી બિલ્ડર એસોસિએશન રાજ્ય સરકારમાં રજૂઆત કરશે.
ગુજરાત સરકારે આપી સૌથી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ @CMOGuj #jantri #jantrirates #Gujarat #latestnews #BreakingNews #JantriRate pic.twitter.com/zBizeGWGux
— Zee 24 Kalak (@Zee24Kalak) February 11, 2023
AMC એ જ જંત્રી સૌથી પહેલા મોકૂફ કરી હતી
જંત્રીનો નિર્ણય લાગુ કરવાનો સૌથી પહેલો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોકૂફ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુધારા સાથેનું બજેટ રજૂ થયું હતું. જેમાં રાજ્ય સરકારે મંજૂર કરેલી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સના હેતુસર નહીં કરવામાં આવશે. રાજ્ય સરકારે મંજુર કરેલી જંત્રીનો 3 વર્ષ સુધી અમલ ન કરવાનો નિર્ણય લેવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે