Jamnagar rural Gujarat Chutani Result 2022 જામનગરની ગ્રામ્ય બેઠક પર ભગવો લહેરાયો

Jamnagar south Gujarat Chutani Result 2022: જામનગર ગ્રામ્ય બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલે નજીકના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ધીરુભાઈ ડોંગાને 47500 મતથી હરાવ્યા.  જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું.

Jamnagar rural Gujarat Chutani Result 2022 જામનગરની ગ્રામ્ય બેઠક પર ભગવો લહેરાયો

જામનગરઃ Jamnagar rural Gujarat Chunav Result 2022: જામનગર ગ્રામ્ય બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલે નજીકના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ધીરુભાઈ ડોંગાને 47500 મતથી હરાવ્યા.  જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું. જામજોધપુર બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને પછી લેઉઆ અને કડવા પટેલ મતદારોની સંખ્યા વધુ છે.  

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે  રાઘવજી પટેલને ટિકિટ આપી હતી. જ્યારે કૉંગ્રેસે જીવણ કુંભારવાડિયાને ટિકિટ આપી. તો આમ આદમી પાર્ટીએ  પ્રકાશ દોંગાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર પૂરુષ મતદારો 1,29,193 જ્યારે મહિલા મતદારો 1,22,741 છે. આ બેઠક પર કુલ 2,51,934 મતદારો છે.

2019ની પેટા ચૂંટણી
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ પક્ષપલટો કરીને કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારપછી આ બેઠક ખાલી થતાં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ હતી. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ સામે કોંગ્રેસ નેતા જેન્તીભાઈ સભાયા ઊભા રહ્યા હતા. આ પેટા ચૂંટણીમાં રાઘવજી પટેલની જીત થઈ હતી. 

2017ની ચૂંટણી
જામનગર ગ્રામ્ય બેઠકના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ ધારાવિયાને 70,750 મત મળ્યા હતા. જ્યારે ભાજપથી રાઘવજી પટેલને 64,353 મત મળ્યા હતા. રાઘવજી પટેલ 2017માં 6,397 મતથી હાર્યા હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રાઘવજી પટેલને 60,499 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર આર. સી. ફળદુને 57,195 મત મળ્યા હતા. આર. સી. ફળદુ 3,304 મતથી હાર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news