જામનગર : આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું....

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિવસને સમાજ સેવાના માધ્યમથી યાદગાર બનાવ્યો છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિન પર સમાજ સેવાના કાર્યો કરતા હોય છે. ત્યારે જામનગરના રહેવાસી અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Rivaba Jadeja) ના પત્ની તેમજ શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થઇ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. 

જામનગર : આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું....

મુસ્તાક દલ/જામનગર :રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિવસને સમાજ સેવાના માધ્યમથી યાદગાર બનાવ્યો છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિન પર સમાજ સેવાના કાર્યો કરતા હોય છે. ત્યારે જામનગરના રહેવાસી અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Rivaba Jadeja) ના પત્ની તેમજ શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થઇ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. 

રીવાબા જાડેજાનો આજે 5 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસની પણ તેમના દ્વારા ખૂબ સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સેલિબ્રિટી પોતાના જન્મદિવસની ખૂબ ધમાકેદાર ઉજવણી કરતા હોય છે. પરંતુ રીવાબા જાડેજાએ જામનગર (Jamnagar) શહેરમાં પોતાના નિવાસસ્થાન ખાતે જરૂરિયાતમંદ પરિવારોને બોલાવી અને તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી મદદરૂપ થઈ જન્મદિવસની ઉજવણી કરી છે. રિવાબા જાડેજા સંચાલિત શ્રી માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુનડ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને પણ રિવાબા દ્વારા સાદગીથી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

No description available.

No description available.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રીવાબા જાડેજા (Rivaba Jadeja) એ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રીવાબાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના કારણે ચારેતરફથી તેમની વાહવાહી થઈ હતી. આમ, રિવાબાબા જાડેજા દર વર્ષે સમાજ સેવાના કાર્યોથી પોતાનો જન્મદિન ખાસ બનાવે છે. 

No description available.

રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયા હતા. 2016માં આઈપીએલ દરમિયાન બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. જાડેજાના પત્ની રીવાબા બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news