જામનગર : 3 વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ, 4 કલાકથી માસુમ અંદર છે
girl trap in 40 feet borewell : જામનગરના તમાચણ ગામમાં 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી... વાડી વિસ્તારના બોરમાં 25થી 30 ફૂટે બાળકી ફસાઈ હોવાની પ્રાથમિક માહિતી... ફસાયેલા બાળકીને બચાવવા મેગા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું
Trending Photos
Jamnagar News : જામનગરમાં 3 વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાવાની ઘટના બની છે. તમાચણ ગામે બોરવેલમાં 3 વર્ષની બાળકી ફસાઈ છે. બાળકી ચાર કલાકથી બોરવેલમાં ફસાયેલી છે. ત્યારે બાળકીને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ 108 અને કાલાવડની ટીમ મદદ માટે દોડી આવી છે. તમાચણ ગામે વાડી વિસ્તારમાં રમતા રમતા બાળકી બોરવેલમાં ખાબકી હતી. બાળકીને બચાવવા માટે તમામ ટીમોને કામે લગાવાઈ છે. એક ગરીબ ખેતમજૂર પરિવારની બાળકી 25-30 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે. રેસ્ક્યૂ ટીમે તેને બચાવવા કામગીરી આરંભી છે. હાલ બચાવ ટીમને હાથ દેખાયા, તેમજ બાળકીને ઊંડા બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહી ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના વંથલીમાં આ ઘટના બની છે. વંથલી ગામની સીમમાં એક વાડી આવેલી છે. ખેતરમાં એક પરિવાર મજૂરીકામ કરી રહ્યો હતો. ત્યારે બાજુમાં તેમની અઢી વર્ષની માસુમ દીકરી રમી રહી હતી. રમતા રમતા દીકરી અચાનક 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી.
જામનગરમાં 3 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ, મદદ માટે દોડી આવી 108ની ટીમ#Gujarat #BreakingNews #News pic.twitter.com/znCm4F5XlZ
— Zee 24 Kalak (@Zee24Kalak) June 3, 2023
આ ઘટનાની જાણ થતા જ ખેતરમાં કામ કરતા અન્ય ખેતમજૂર પરિવારો સહિત તલાટી પણ વાડીમાં પહોંચી ગયા હતા. તમામે બાળકીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓને નિરાશા મળી હતી. આખરે ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. હાલ બાળકીને બહાર કાઢવા માટે યુદ્ધધોરણે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.
બાળકી જે બોરવેલમાં પડી છે, તે લગભગ 40 ફૂટ ઊંડો હોવાનું કહેવાય છે. બચાવ ટીમે બોરવેલમાં કેમેરા ઉતાર્યા છે, જેમાં બાળકીનો હાથ દેખાઈ રહ્યો છે. હાલ બોરવેલમાં અટવાયેલી બાળકીને ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહી ચાલુ છે. જેથી તેને શ્વાસ મળી રહે.
રેસ્ક્યૂ ઓપરેશન માટે અહીં સૌથી મોટો પડકાર એ છે કે બોરવેલની ત્રિજ્યા ઘણી જ ઓછી છે માટે તે પ્રમાણેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી છે. જેથી બાળકીને બહાર કાઢ્યા બાદ સમયસર સારવાર મળી રહે.
આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડયનને જણાવ્યું કે, ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. કેમરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ બાળકી અંદાજે બોરની અંદર 20 ફૂટ નીચે છે. બાળકની હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની પણ કાર્યવાહી ચાલું છે. બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે