Jamnagar: આ તો હોસ્પિટલ છે કે ઢોરવાડો? સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલા કુસ્તી કરે છે

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરૂ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ માણસો માટે છે કે પશુઓ માટે તે નક્કી કરવું તંત્ર માટે મુશ્કેલ બન્યું છે. કારણ કે જેટલા લોકો હોસ્પિટલમાં ફરતા હોય છે તેટલા જ પશુઓ પણ હોસ્પિટલમાં ફરતા હોય છે. હોસ્પિટલમાં વર્ષે કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવ્યા હોવા છતા પણ હોસ્પિટલનાં કમ્પાઉન્ડ જ નહી પરંતુ હોસ્પિટલની અંદરની લોબી અને ઓપીડી હોલમાં પ્રાણીઓ બેસી રહે છે. કેટલીક વખત તો હોસ્પિટલની લોબીમાં માણસો અને ગાયો સામસામે થઇ જાય છે. 

Jamnagar: આ તો હોસ્પિટલ છે કે ઢોરવાડો? સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલા કુસ્તી કરે છે

જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરૂ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ માણસો માટે છે કે પશુઓ માટે તે નક્કી કરવું તંત્ર માટે મુશ્કેલ બન્યું છે. કારણ કે જેટલા લોકો હોસ્પિટલમાં ફરતા હોય છે તેટલા જ પશુઓ પણ હોસ્પિટલમાં ફરતા હોય છે. હોસ્પિટલમાં વર્ષે કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવ્યા હોવા છતા પણ હોસ્પિટલનાં કમ્પાઉન્ડ જ નહી પરંતુ હોસ્પિટલની અંદરની લોબી અને ઓપીડી હોલમાં પ્રાણીઓ બેસી રહે છે. કેટલીક વખત તો હોસ્પિટલની લોબીમાં માણસો અને ગાયો સામસામે થઇ જાય છે. 

સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇરવીનનાં સમયમાં બંધાયેલી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાંથી રોજનાં સેંકડો વિદ્યાર્થીઓ આવે છે. આવડી મોટી હોસ્પિટલને મેનેજ કરવા માટે ત્રણ સિક્યુરિટી કંપનીના જવાનો ફરજ બજાવે છે. GSIF, એક્સ આર્મી અને અન્ય એક ખાનગી કંપની ફરજ બજાવે છે. જો કે હોસ્પિટલમાં રખડતા ઢોર, આખલાઓ, કુતરાઓ અંદર પ્રવેશી જાય છે. જેના કારણે ન માત્ર દર્દીઓ પરંતુ ડોક્ટર્સને ખુબ જ પરેશાની વેઠવાનો વારો આવે છે. 

કેટલીકવાર આંખલાઓ લડે અને કુતરાઓને ભગાડવામાં આવે ત્યારે તે એવી રીતે ભાગે છે તેના કારણે એવી સ્થિતી પેદા થાય છે કે, દર્દી તો ઠીક તેની સાથે આવેલા વ્યક્તિ પણ જો અડફેટે ચડે તો તેને પણ દાખલ કરવો પડે તેવી પરિસ્થિતી પેદા થાય છે. તેવામાં 3 -3 સિક્યુરિટી એજન્સીઓને અપાયેલા કોન્ટ્રાક્ટનું શું અને તેના કર્મચારીઓ શું કરે છે તે સવાલ પેદા થાય છે. આ સમગ્ર ઘટના અંગે સુપ્રીટેન્ડન્ટે સરકારી જવાબ આપતા જણાવ્યું કે, જવાબદારો સામે પગલા લેવાશે. સિક્યુરિટી ગાર્ડની જવાબદારી અંગે પણ તપાસ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news