Coronavirus: આ રાજ્યમાં કોરોના સ્થિતિ બેકાબૂ, 28 માર્ચથી Night Curfew ની જાહેરાત

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના સતત વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ (Night Curfew) લગાવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ વિશે જાહેરાત કરવામાં આવી છે

Coronavirus: આ રાજ્યમાં કોરોના સ્થિતિ બેકાબૂ, 28 માર્ચથી Night Curfew ની જાહેરાત

મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના સતત વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ (Night Curfew) લગાવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ વિશે જાહેરાત કરવામાં આવી છે. 

સમીક્ષા બેઠક બાદ લીધો નિર્ણય
નાઈટ કર્ફ્યૂનો નિર્ણય લેતા પહેલા મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશના તમામ ડિવીજનલ કમિશનર, કલેક્ટર, એસપી અને જિલ્લા હોસ્પિટલોના સીનિયર ડોક્ટર્સ પણ સામેલ હતા. બેઠકનો ઉદેશ્ય રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોત આગળની રણનીતિ તૈયાર કરવાનો હતો. આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે સરકારે સમગ્ર રાજ્યમાં ભીડ ઓછી કરવા માટે 28 માર્ચ નાઈટ કર્ફ્યૂ (Night Curfew) લાગુ કરવાની જાહેરાત કરી છે.

10th-12th ના વિદ્યાર્થીઓને આપી રાહત
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે 10th અને 12th ના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે, કોરોનાના (Corona) કારણે જે વિદ્યાર્થીઓના ઘર અથવા જગ્યા સીલ કરવામાં આવ્યા છે. તેમના માટે જૂનમાં ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે વધુ એક તક આપવામાં આવશે. 

ભાપાલમાં લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર
મધ્યપ્રદેશની રાજધાની ભાપાલમાં લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેના અંતર્ગત તમામ પબ્લિક પ્રોગ્રામો માટે મંજૂરી લેવાની જરૂરી રહેશે. સામાન્ય દિવસોમાં કોઈપણ પબ્લિક પ્રોગ્રામ માત્ર બંધ હોલમાં જ થઈ શકશે. તેમાં કુલ ક્ષમતાના માત્ર 50 ટકા અથવા વધુમાં વધુ 100 લોકોને મંજૂરી આપવામાં આવશે.

ધર્મ સ્થળ: મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ચર્ચ બધું જ બંધ રહેશે. જો કે, તેમાં ધર્મગુરૂ પૂજા કરી શકશે.

શબ યાત્રા: શબ યાત્રામાં વધુમાં વધુ 20 લોકો સામેલ થઈ શકશે, મૃત્યુ ભોજમાં પણ વધુમાં વધુ 50 લોકો સામેલ થઈ શકશે. જો કે, તેના માટે એસડીએમ પાસેથી મંજૂરી લેવી પડશે.

ધરણા-જુલૂસ: કોઈપણ પ્રકારના જુલૂસ, રેલી અથવા પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યા છે.

જિમ-સ્વિમિંગ પુલ: જિમ, સ્વિમિંગ પુલ અને થિયેટર બંધ રહેશે. પિકનિક સ્પોટ્સને ફરીથી બંધ કરવામાં આવ્યા છે.

હોટલ-રેસ્ટોરન્ટ: રેસ્ટોરન્ટ અને હોટલ ખુલ્લા રહેશે પરંતુ ત્યાં લોકો બેસીને ભોજન કરી શકશે નહીં. તે માત્ર પેક કરાવી લોકોને ડિલીવરી કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news