જામનગરમાં ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, માંડ માંડ જીવ બચ્યો, HC સમક્ષ ઢોર કાયદા અંગે સરકારની જાહેરાત

રવિવારે મધ્યરાાત્રિના સમયે શહેરની ઇન્દિરા સોસાયટીમાં ખૂંટિયાએ એક વૃદ્ધ પર હુમલો કરતા આંતક મચાવ્યો હતો. સ્થાનિકોએ પણ વૃદ્ધને બચાવવા ભારે મથામણ કરી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વૃદ્ધને તાત્કાલીક સારવાર અર્થે 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જામનગરમાં ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, માંડ માંડ જીવ બચ્યો, HC સમક્ષ ઢોર કાયદા અંગે સરકારની જાહેરાત

મુસ્તાક દલ/જામનગર શહેરમાં રખડતા ઢોર અનેક વખત લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડતા હોવાના બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરના ત્રાસથી લોકોને બચાવવા રોજમદારો પણ રાખવામાં આવ્યા છે. છતાં અનેક સોસાયટીઓમાં રખડતા ઢોર સ્થાનિકો પર હુમલો કરવાના બનાવો સામે આવી રહ્યા છે. 

રવિવારે મધ્યરાાત્રિના સમયે શહેરની ઇન્દિરા સોસાયટીમાં ખૂંટિયાએ એક વૃદ્ધ પર હુમલો કરતા આંતક મચાવ્યો હતો. સ્થાનિકોએ પણ વૃદ્ધને બચાવવા ભારે મથામણ કરી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વૃદ્ધને તાત્કાલીક સારવાર અર્થે 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઢોરોએ એટલો આક્રમકતાથી હુમલો કર્યો હતો કે રોડ પર વૃદ્ધને ફૂટબોલની જેમ વારંવાર પગ વડે લાતો મારી હતી.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે શહેરના ઇન્દિરા સોસાયટીમાં રાત્રે બે રખડતાં ઢોર દોડી આવ્યાં હતાં. ત્યારે ઢોરોએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. અન્ય લોકોએ વૃદ્ધને છોડાવવા પ્રયત્ન કર્યો છતાં ઢોરોએ વૃદ્ધને પગથી લાતો  મારી હતી. બાદમાં સ્થાનિકોએ માંડ માંડ વૃદ્ધને બચાવ્યા હતા. બે ઢોરના આતંકની આ ઘટના સ્થાનિકોએ કેમરામાં કેદ કરી હતી.

આ ઘટના બાદ વૃદ્ધને બચાવીને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે વિસ્તારના કોર્પોરેટરો દ્વારા તંત્રને રજૂઆત કરાતાં આખરે મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડી બોલાવી ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ
બીજી બાજુ આજે રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, amc અને ઔડાને નોટિસ આપી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. રખડતાં ઢોરના ત્રાસને ડામવા જલ્દી કાયદો લવાશે. તેના માટે ડ્રાફ્ટ એક્ટ તૈયાર થઈ ગયો હોવાની કોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. હવે સમીક્ષા બાદ ઝડપથી કાયદો લવાશે એવી સરકારની કોર્ટમાં રજુઆત કરી છે. અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે. અરજદાર લોકોને જીવનું જોખમ થાય છે. અરજદાર ઢોર પ્લાસ્ટિક અને કચરો ખાવા માટે છુટ્ટા મુકાય છે. જેથી ઢોરના જીવને પણ જોખમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news