Jamjodhpur Gujarat Chutani Result 2022: આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ખાતું ખુલ્યું, જાણો વિગતો

Jamjodhpur Gujarat Vidhan Sabha Election Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ હોવાનું કહેવાયું હતું. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર હતી. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌની નજર હતી.

Jamjodhpur Gujarat Chutani Result 2022: આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ખાતું ખુલ્યું, જાણો વિગતો

જામજોધપુરઃ Jamjodhpur Gujarat Chunav Result 2022: જામજોધપુર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત નોંધાવતા પાર્ટીએ ગુજરાતમાં ખાતું ખોલ્યું છે. જામજોધપુર વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું. જામજોધપુર બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આ બેઠક પર પૂરુષ મતદારો 1,17,053 જ્યારે મહિલા મતદારો 1,10,481 છે. કુલ 2,27,536 મતદારો છે.

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે ચીમન સાપરિયા ટિકિટ આપી હતી. જ્યારે કૉંગ્રેસે ચિરાગ કાલરિયાને રિપીટ કર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ આહિર હેમંતભાઈ હરદાસભાઈને મેદાને ઉતાર્યા હતા. હવે પાર્ટીને આ બેઠકથી જીત મળી છે. 

ચિરાગ કાલરિયાનો વિવાદ
સિદસરમાં ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ હાજર રહ્યા હતા. ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા હતા. આ કારણોસર ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થવા લાગી હતી. આ મામલે ચિરાગ કાલરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, મારા ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારા વડીલ છે, જેથી મેં તેમના આશીર્વાદ લીધા હતા.

2017ની ચૂંટણી
જામનગર દક્ષિણ બેઠકની ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરિયાને 64,212 મત મળ્યા હત. જ્યારે ભાજપના ઉમેદવાર ચીમન સાપરિયાને 61,694 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ચીમન સાપરિયાને 2,518 મતથી હરાવ્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચીમન સાપરિયાને 75,395 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના હરદાસ આહીરને 47,204 મત મળ્યા હતા..હરદાસ આહીર 28,191 મતથી હાર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news