સુરત: જૈન સાધ્વી સાથે છેડતીની ઘટના, ફરિયાદ નહિં નોંધાતા જૈન સમાજમાં રોષ
સુરતમાં જૈન સમાજની એક સાધ્વીની છેડતીની ઘટના સામે આવત જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી.
Trending Photos
સુરત: સુરતમાં જૈન સમાજની એક સાધ્વીની છેડતીની ઘટના સામે આવત જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતી જૈન ઉપાશ્રયમાં સાધ્વી સાથે છેડતીની ઘટના બની હતી. બિલ્ડિગમાં સાધ્વી જ્યારે સૂતા હતા તે સમયે બીજે માળ કોઇ વ્યક્તિ દ્વારા સાધ્વીના કપડા ખેચીને તેમની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા સુતેલા સાધ્વીના કપડા ખેચીને તેમની છેડતી કરવામાં આવી હતી. કપડા ખેચતા સાધ્વીએ બૂમો પાડતા શખ્સ ત્યાથી ભાગી ગયો હતો. મહત્વનું છે, કે જૈન અગ્રણીઓ દ્વારા ઘટાનની જાણ કરતા પોલીસે તપાસ કરી પરંતુ ફરીયાદ ન નોધતા સમજનોમાં મોટી સંખ્યામાં રોષની લાગણી ફેલાઇ હતી.
સુરતના આ વિસ્તારમાં મોટી સંખ્યમાં જૈન સમાજના સાધુઓ રહેવાથી અહિંયા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા અંગે કમીશ્નરને પણ જાણ કરવામાં આવી છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં અગાઉ પણ સાધ્વીની છેડતી કરવાની ધટનાઓ બની હોવા છતા પોલીસ દ્વારા સુરક્ષા કડક ન કરવાથી જૈન સમાજના અગ્રણીઓ દ્વારા મોટી પોલીસ સમક્ષ વિરોધ દેખાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે