વડોદરામાં આઇટીના દરોડા, જ્વેલર્સના માલિકને પાઠવી 35 કરોડની ડિમાન્ડ નોટિસ

નોટબંધી સમયે મોટા પ્રમાણમાં જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટીસ પાઠવવામાં આવી છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. 35 કરોડની નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક બિલ્ડૅરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. જેને પગલે નોટબંધીનો ફાયદો ઉઠાવનારાઓમાં ભય પ્રસરી ગયો છે. 

વડોદરામાં આઇટીના દરોડા, જ્વેલર્સના માલિકને પાઠવી 35 કરોડની ડિમાન્ડ નોટિસ

વડોદરાઃ નોટબંધી સમયે મોટા પ્રમાણમાં જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટીસ પાઠવવામાં આવી છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. 35 કરોડની નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક બિલ્ડૅરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. જેને પગલે નોટબંધીનો ફાયદો ઉઠાવનારાઓમાં ભય પ્રસરી ગયો છે. 

નોટબંધી વખતે મોટા પ્રમાણમાં વ્યવહારો કરનારાઓ જવેલર્સ, બિલ્ડર, પેટ્રોલપંપના સંચાલકો, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યમાં ત્રીજા સૌથી મોટા રોકડ વ્યવહાર સાથે સંકળાયેલા વડોદરાના અલકાપુરી સ્થિત દુકાન ધરાવતા જાણીતા જ્વેલર સામે 35 કરોડની ડિમાન્ડ નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી.

સુત્રના જણાવ્યા અનુસાર નોટબંધી વખતે કરાયેલા ટ્રાન્જેક્શન જાણવા માટે બેંકની વિગતો માંગી હતી. જાણીતા જ્વેલર, સોના-ચાંદીના વેપાર સિવાય કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે. જાણીતા જ્વેલર સાથે શહેરના 20 જેટલા બિલ્ડર, જ્વેલર, પેટ્રોલપંપ સંચાલક અને હોટેલ માલિકોને પણ ડિમાન્ડ નોટીસ પાઠવવામાં આવી છે. 

8 નવેમ્બર,16 ના રોજ નોટબંધી લાગુ કર્યા બાદ જુની નોટો પેટ્રોલ પંપ પર ઉપયોગમાં લેવા માટે 24 નવેમ્બર,16 સુધી મંજુરી આપવામાં આવી હતી. દરમિયાન કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ ફાયદો ઉઠાવીને જુનીનોટો મોટા પાયે બદલી કરી હોવાનું સામે આવ્યું હતું. વર્ષો જુના ટેક્સ સંબંધિત કેસોના નિકાલ બાબતે વિભાગ દ્વારા સબકા વિશ્વાસ સ્કિમ શરૂ કરવામાં આવી હતી. હવે આઇ.ટી અધિકારીઓ નોટબંધી તથા નવા કેસોના નિકાલમાં સઘન કામગીરી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news