સરકારી અધિકારીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ફોન ઉપાડવો ફરજિયાત, પરિપત્ર જાહેર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિનું કોઈ અધિકારી સાંભળતા ન હોવાથી જનપ્રતિનિધિઓ નારાજ થયા હતા. જે બાદ વહીવટી વિભાગ દ્વારા ત્વરીત નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરીને સૂચન કર્યું છે.

 સરકારી અધિકારીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ફોન ઉપાડવો ફરજિયાત, પરિપત્ર જાહેર

ઝી બ્યુરો/ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ચુંટાયેલા પદાધિકારીઓને ફોન ના જવાબ આપવાની કાર્યપદ્ધતિ માટે ગુજરાત સરકાર દ્વારા એક પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓએ ચુંટાયેલા પદાધિકારીઓના મોબાઈલ નંબર સેવ રાખવા આદેશ કરાયો છે. 

લેંડ લાઈન પર ફોન પર અધિકારી મળી ન શકે તો પરત આવીને પદાધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે. ચૂંટાયેલા પદાધિકારી જ્યારે સરકારી અધિકારીઓને ફોન કરે ત્યારે તેમની ગેરહાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ફોનની નોંધ કરી તેની યાદી રાખશે. અને જે તે સબંધિત અધિકારી કચેરીમાં આવે કે તરત જ તેમનાં ધ્યાન પર યાદી મુકવાની રહેશે. 

No description available.

તાજેતરમાં જ મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા આ બાબતે સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. જેને લઈને આજે સામાન્ય વહીવટી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે, સંસદ તથા વિધાનસભા સભ્ય કે પ્રજાનાં ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ જેવા કે તાલુકા પંચાયતનાં પ્રમુખો, નગરપતિ કે મેયરનો સંપર્ક નંબર સેવ રાખવાનો રહેશે. 

તેમજ તેમનાં દ્વારા સરકારી અધિકારીઓને કચેરી સમયે લેન્ડ લાઈન ફોન પર સંપર્ક કરે અને જો સંજોગોમાં સબંધિત અધિકારી જે તે સમયે ઉપસ્થિત ન હોય અથવા તો મીંટીંગમાં કે અન્ય રીતે વ્યસ્ત હોય અને જનપ્રતિનિધિઓ સાથે વાતચીત ન થઈ શકે તો વ્યસ્તતામાંથી છૂટા થયા બાદ તરત જ ચૂંટાયેલા પદાધિકારીને સામેથી ફોન કરવો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news