ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ : એન.કે.અમીન અને ડીજી વણઝારાની અરજી પર આજે ચુકાદો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટ આપશે ચુકાદો. બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહા નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે.
ડીજી વણઝારાએ ચુકાદા પહેલા શું કહ્યું...
ઈશરત જહા કેસમાં ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી માટે ડી.જી.વણઝારા પોતાના નિવાસ સ્થાનથી કોર્ટમાં જવા નીકળ્યા હતા. ત્યારે ડી જી વણઝારાએ આજે ચુકાદા અંગે ભગવાન પર સંપૂર્ણ ભરોસો હોવાની વાત કરી અને ભૂતકાળમાં પણ પોઝિટિવ પરિણામ મળ્યા છે અને આગળ પણ પોઝિટિવ પરિણામ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વિશેષ કોર્ટના ન્યાયાધીશ જે.કે પંડ્યાએ સોમવારે કહ્યું હતું કે, તેઓ 2 મેના રોજ ચુકાદો આપી શકે છે. કોર્ટે આ પહેલા 16 એપ્રિલના રોજ મામલા પર સુનવણી પૂરી કરી હતી અને નિર્ણય માટે સોમવારનો દિવસ નક્કી કર્યો હતો. બંને રિટાયર્ડ પોલીસ અધિકારી ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલાના આરોપી છે. બંનેએ પોતાની વિરુદ્ધ કાર્યવાહી રોકવાની માંગ કરી છે. કારણ કે, રાજ્ય સરકારે સીબીઆઈને તેમની વિરુદ્ધ પ્રોસિક્યુસન ચલાવવાની પરમિશન ન આપવાનો નિર્ણય લીધો છે. જે સીઆરપીસીની ધારા 197 અંતર્ગત જરૂરી છે. જેથી તેમની વિરુદ્ધ મામલાની સુનવણીને બંધ કરી શકાય છે.
સીઆરપીસીની ધારા 197 અંતર્ગત સરકારી નોકરીની વિરુદ્ધ કર્તવ્ય નિર્વાહ દરમિયાન કરવામાં આવેલ કાર્યને લઈને કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની પરમિશન લેવી જરૂરી છે. કોર્ટે આ પહેલા આ મામલામાં આરોપ મુક્ત કરવાની અરજીઓને નકારી કાઢી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે