ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: વણઝારા-અમીનની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો મુલત્વી

વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી.

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: વણઝારા-અમીનની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો મુલત્વી

કિંજલ મિશ્રા, અમદાવાદ: વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેના પર આજે ચુકાદો આવવાનો હતો. જો કે સીબીઆઈ કોર્ટે 7 ઓગસ્ટ પર ચુકાદો મુલતવી રાખ્યો છે. આ કેસ અંગેની સુનાવણી સીબીઆઈના સ્પેશિયલ જજ જે.કે.પંડ્યા દ્વારા પૂરી કરાઈ હતી. 

અત્રે જણાવવાનું કે સીબીઆઈએ વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં વણઝારાની પણ ભૂમિકા છે. એક સાક્ષી દ્વારા ગવાહી આપવામાં આવી હતી કે એન્કાઉન્ટર અગાઉ ઈશરત જહાં અને અન્ય 3 લોકોની જ્યાંથી અટકાયત થઈ હતી તે ફાર્મહાઉસ પર વણઝારા હાજર જોવા મળ્યાં હતાં. 

આ બાજુ વણઝારાના એડવોકેટે દલીલ કરી હતી કે કોઈ આરોપીને સાક્ષી બનાવીને તેને માફી આપવાનો હક ઈન્વેસ્ટિગેશન અધિકારીને નથી. આ બાજુ અમીનનું કહીએ તો કોર્ટે તેમની અરજી ઉપર પણ સુનાવણી પૂરી કરી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news