શું ગુજરાતમાં આવુ હિન કૃત્ય શક્ય છે? માધુપુરા વિસ્તારમાં એસિડ એટેકની ઘટનાથી ચકચાર
શહેરમાં માધુપુરા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચેની સામાન્ય તકરારમાં એસિડ એટેકની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાંત ગણાતા ગુજરાતમાં હવે એવી ઘટનાઓ બનતી જઇ રહી છે કે, જે એક સામાન્ય ગુજરાતી ક્યારે વિચારી પણ ન શકે
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં માધુપુરા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચેની સામાન્ય તકરારમાં એસિડ એટેકની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાંત ગણાતા ગુજરાતમાં હવે એવી ઘટનાઓ બનતી જઇ રહી છે કે, જે એક સામાન્ય ગુજરાતી ક્યારે વિચારી પણ ન શકે. જોકે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી અને અન્ય એક આરોપી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માધુપુરા વિસ્તારમાં આવેલી તેલીયા મિલની ચાલીમાં બન્ને પાડોશીઓ વચ્ચે તું મારી સામે કેમ જોવે છે તેને લઈને બોલાચાલી થઈ હતી. આવી સામાન્ય તકરારમાં વધુ મામલો બીચકતા રાકેશ નામના શખ્સે અક્ષય નામના યુવક પર એસિડ ઍટેક કર્યો હતો. આટલી સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બનતા પોલીસ પણ વિચારતી થઇ છે. . જોકે અક્ષયે પણ એસિડ રાકેશ પર નાખીને પ્રતિકાર કર્યો હતો. જેમાં અક્ષય શરીર પર વધુ દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને એક આરોપી રાકેશની ધરપકડ કરી છે.બીજી તરફ ઘટના સ્થળના પુરાવા ભેગા કરતા એક રાકેશના દીકરા પર પણ થોડોક એસિડ લાગતા તેંને સામાન્ય ઇજા પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે બન્ને પડોશીઓ વચ્ચે લાંબા સમયથી નાની મોટી તકરાર ચાલતી હતી જે આજે એસિડ ઍટેક જેવા ગુનામાં પરિણમી હતી. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે..ત્યારબાદ સારવાર હેઠળ આરોપીની ધરપકડ કરશે.ત્યારે સવાલ એ થાય કે સામાન્ય તકરારમાં એસિડ એટેક ની ઘટના સામે આવી રહી છે પણ બિનજરૂરી એસિડ વેચનાર સામે કડક પગલાં કેમ નથી ભરતી ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે