મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કાંડમાં ઇરાની શખ્સની ધરપકડ, હેરોઈન મામલે 9 વ્યક્તિની અટકાયત
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ મામલે 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કાંડમાં ઇરાનમાં કામ કરતા કોઈમ્બતુરના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ મામલે 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કાંડમાં ઇરાનમાં કામ કરતા કોઈમ્બતુરના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ઇરાનમાં રહીને ફોરેન ટ્રેડ માટે કામ કરતો હતો. ગાંધીધામમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો છે. ઇરાનના પોર્ટથી લોડિંગમાં મદદરૂપ હોવાની આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ડીઆરઆઇ દ્વારા 8 શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ, નવી દિલ્હી, નોઈડા, ચેન્નાઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી અને વિજયવાડામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગ્સનું શ્રીલંકા સાથે પણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ત્યારે નશાના કોરોબારીઓ મુન્દ્રા અને પોરબંદરથી જપ્ત કરાયેલા ભારત ઉપરાંત શ્રીલંકા અને નેપાળ પણ મોકલવાના હતા.
અત્યાર સુધીમાં ડ્રગ્સ કાંડમાં 4 અફઘાની, 3 ભારતીય અને 1 ઉઝબેકિસ્તાન સહિત કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ડ્રગ્સ કાંડમાં ઇરાનમાં કામ કરતા કોઈમ્બતુરના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઇરાનમાં રહીને ફોરેન ટ્રેડ માટે કામ કરતો હતો. શખ્સને ગાંધીધામમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો છે. ઇરાનના પોર્ટથી લોડિંગમાં મદદરૂપ હોવાની આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો છે. આ કિસ્સા બાદ ફરી સત્તાવર સૂત્રો કહી રહ્યા છે કે, વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે.
ડ્રગ્સ માફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે