વડોદરામાં કોરોના વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ


વડોદરામાં વેક્સિનના નામે ખોટી જાહેરાતો કરવાનો મામલો સામે આવ્યો છે. ડાર્ક વેબ પર હેકર્સ વેક્સિનની જાહેરાત આપી રહ્યાં છે. 

વડોદરામાં કોરોના વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ

રવિ અગ્રવાલ, વડોદરાઃ દેશ સહિત દુનિયામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે લોકો હવે કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે.  ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. તો કેટલીક વેક્સિન ટૂંક સમયમાં બજારમાં આવવાની છે. પરંતુ હજુ માર્કેટમાં વેક્સિન આવે તે પહેલા લોકો સાથે વેક્સિનના નામે છેતરપિંડી ગેંગ સક્રિય થઈ ગઈ છે. વડોદરામાં આવે એક કિસ્સો સામે આવ્યો છે. 

વેક્સિનના નામે ખોટી જાહેરાતો
કોરોના વાયરસથી પરેશાન પ્રજા વેક્સિનની રાહ જોઈ રહી છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વેક્સિન માર્કેટમાં આવી નથી. ત્યારે વડોદરામાં વેક્સિનના નામે ખોટી જાહેરાતો કરવાનો મામલો સામે આવ્યો છે. ડાર્ક વેબ પર હેકર્સ વેક્સિનની જાહેરાત આપી રહ્યાં છે.  વડોદરાના સાઇબર એક્સપર્ટ મયુર ભૂસાળવકરે વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 

હેકર્સ ઈ-મેલ પર ફોટા મોકલી લોકો પાસેથી 20 એમએલ ડોઝના એક હજાર ડોલર પડાવી રહ્યાં છે. તો કેરેલામાં પણ સાઇબર ક્રાઇમ પોલીસે આ માટે લોકોને જાગૃત કર્યા છે. વેક્સિન આવ્યા પહેલા આંતરરાષ્ટ્રીય કૌભાંડની શરૂઆત થઈ ગઈ છે. આશરે 500 મિલિયનના કૌભાંડની આશંકા સાઇબર એક્સપર્ટે વ્યક્ત કરી છે. 

લોકોએ સાવચેત રહેવાની જરૂર
હજુ સુધી ભારત સરકારે કોઈપણ વેક્સિનને સત્તાવાર રીતે મંજૂરી આપી નથી. જ્યારે પણ બજારમાં વેક્સિન આવશે ત્યારે લોકો સુધી વેક્સિન પહોંચાડવા માટે સરકારે પ્લાન બનાવી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કોરોના વેક્સિન અપડેટ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. એટલે લોકોએ પણ આવી ખોટી જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂર છે. એટલે તમે છેતરાશો નહીં અને પૈસા ગુમાવવાનો પણ વારો આવશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news