રાજકોટમાં કોંગ્રેસનો મોટો ફટકો, ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

ઈન્દ્રનિલ રાજ્યગુરૂ છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. આજે તેમણે પત્રકાર પરિષદ યોજીને પોતાના રાજીનામાંની જાહેરાત કરી છે. 

 રાજકોટમાં કોંગ્રેસનો મોટો ફટકો, ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓનો નારાજ થવાનો સિલસિલો ચાલુ છે. પહેલા જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાં જોડાવાનો ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. તો વાંકાનેરના ધારાસભ્યએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આજે કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજ્યુગુરૂએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. ઈન્દ્રનિલભાઈએ જણાવ્યું કે, કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીથી નારાજ છું તે માટે મેં રાજીનામું આપી દીધું છે. મેં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મેસેજ કરીને આ અંગે જાણકારી આપી દીધી છે. હું ગુજરાત કોંગ્રેસના સંગઠનથી નારાજ છું. ઈન્દ્રનિલભાઈએ જણાવ્યું કે, આ અંગે મેં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ  ગાંધી સુધી પણ રજુઆત કરી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી હું મારુ રાજીનામું આપું છું. કોંગ્રેસમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તેને પણ ઉચ્ચ પદ્દ આપી દેવામાં આવે છે. મને જવાબ આપ્યો કે પાર્ટી આમ જ ચાલે. આથી હું પાર્ટીથી નારાજ છું. આજે ઈન્દ્રનિલભાઈએ આજે પત્રકારો સામે ખુલ્લીને પોતાની નારજગી વ્યક્ત કરી હતી. 

આ સાથે ઈન્દ્રનિલભાઈએ કહ્યું કે, હું આ જન્મ જ નહીં આવતા જન્મમાં પણ ભાજપમાં જોડાવાનો નથી. દેશનું ભલું માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂએ ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2017માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ઈન્દ્રનિલભાઈનો 50 હજાર કરતા વધુ મતોથી પરાજય થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news