જીત માટે જોતા હતા 3 રન, પછી થયો કમાલ, 1 રનમાં પડી 7 વિકેટ
ઈંગ્લેન્ડમાં એક અનોખી ઘટની બની. ઈંગ્લેન્ડના પીટરબોરોમાં એક ટીમને જીતવા માટે માત્ર 3 રનની જરૂર હતી અને વિરોધી ટીમે એક રન આપીને 7 વિકેટ ઝડપી અને મેચ પોતાના નામે કર્યો.
Trending Photos
પીટરબોરો (ઈંગ્લેન્ડ): ક્રિકેટની દુનિયામાં લગભગ આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, એક બાદ એક રેકોર્ડ એક જ દેશમાં બની રહ્યાં હોઈ. ઈંગ્લેન્ડમાં પહેલા એક જ દિવસમાં પુરૂષ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો બે રેકોર્ડ બન્યા. ઈંગ્લેન્ડની ટીમે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો પોતાનો રેકોર્ડ તોડતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 481 રન બનાવ્યા. આજ દિવસે ઈન્ડિયા એની ટીમે એક ઈનિંગમાં રેકોર્ડ 458 રન બનાવ્યા. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની મહિલાઓએ ટી20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો તો થોડી કલાકોમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે આ રેકોર્ડ તોડી દીધો. આ વખતે પણ એક અનોખો રેકોર્ડ ઈંગ્લેન્ડમાં બન્યો છે પરંતુ સૌથી વધુ રન બનાવવાનો નહીં.
ઈંગ્લેન્ડમાં આ વખતે એક રનના ગાળામાં સાત વિકેટ પડી ગઈ. ઈંગ્લેન્ડના કૈમ્બ્રિજશાયરના પીટરબોરોની ક્લબ મેચમાં પીટરબોરોએ હાઈ વાયકોમ્બર ક્રિકેટ ક્લબને જીતની સ્થિતિથી હાર માટે મજબૂર કર્યું. એક જગ્યાએ જ્યાં ક્રિકેટ જગતમાં રનના પહાડ ઉભા કરવા પર ચિંતન થઈ રહ્યું છે તો બીજી તરફ એક રનની અંદર સાત વિકેટ પડવાની ઘટના બની.
વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે, 189 રનનો પીછો કરવા ઉતરેલી હાઈ વાયકોમ્બની ટીમ જીતથી માત્ર 3 રન દૂર હતી અને તેની પાસે સાત વિકેટ જમા હતી. અહીંથી મેચનો રોમાંચ શરૂ થયો. ફાસ્ટ બોલર કેરન જોન્સે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી અને તે ઓવર મેડન રહી.
અંતિમ ઓવરની જવાબદારી 16 વર્ષીય ઓફ સ્પિનર ડેનિયલ મલિકને આપવામાં આવી. 57 રન બનાવનાર નાથન હોક્સે પ્રથમ બોલે એક રન લીધો અને પછી મલિકે બાકીની ત્રણ વિકેટ ઝડપીને પીટરબોરો ક્લબને ન ભૂલવાની જીત અપાવી. આ સાથે પીટરબોરોએ ઈસીબી નેશનલ ક્લબ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે