ભઈ, સ્થિતિ અલગ છે! વાવઝોડા સામે ભારતીય સેના સંપૂર્ણ તૈયાર; 15 જહાજ અને 7 હવાઈ જહાજ તૈયાર રખાયા

Cyclone Biparjoy: સાયક્લોન બિપરજોયને લઈ ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠે અભુતપૂર્વ તૈયારી કરવામાં આવી છે. સૈન્યની 27 કોલમ વિવિધ લોકેશન પર તૈનાત કરવામાં આવી છે.

 ભઈ, સ્થિતિ અલગ છે! વાવઝોડા સામે ભારતીય સેના સંપૂર્ણ તૈયાર; 15 જહાજ અને 7 હવાઈ જહાજ તૈયાર રખાયા

Cyclone Biparjoy: 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલની તૈયારીઓને જોતા વાવાઝોડાની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે.

સાયક્લોન બિપરજોયને લઈ ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠે અભુતપૂર્વ તૈયારી કરવામાં આવી છે. સૈન્યની 27 કોલમ વિવિધ લોકેશન પર તૈનાત કરવામાં આવી છે. જેમાં ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, નલિયા, દ્વારકા, માંડવીમાં સૈન્યની ટીમો તૈયાર કરાઈ છે. આર્મીના એન્જીનીયર અને તબીબો સાથેની ટીમ NDRF અને રાજ્ય વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં છે. આર્મી અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ  બેઠક કરી છે, તમામ મદદની ખાતરી અપાઈ છે. 

ભારતીય નેવી દ્વારા ઓખા, પોરબંદર અને જામનગરમાં નિપુણ તરવૈયાઓની 10-15 ટીમ તૈયાર રાખવામાં આવી છે. એક ટીમમાં 5 જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જરૂર પડ્યે વધુ ટીમ પણ તૈયાર કરાશે. ઓખા અને પોરબંદરમાં નેવીની જેમિની શ્રેણીની ખાસ બોટ તૈયાર રખાઈ છે. પ્રત્યેક બોટની ક્ષમતા 10-12 લોકોને સમાવવાની છે. ઓખા જામનગર અને પોરબંદરમાં મોટાપાયે રસોડા અને તબીબી સેવા શરૂ કરાઈ છે. વાયુસેના દ્વારા વડોદરામાં એએન થર્ટીટુ (an 32) વિમાન, અમદાવાદમાં ચેતક હેલીકૉપ્ટર અને દિલ્લીમાં એક ટ્રાન્સપોર્ટ વિમાન તૈયાર રખાયા છે. 

જામનગર, ભુજ અને નલિયામાં એરફોર્સના ગરુડ કમાન્ડો પણ સ્ટેન્ડબાય રખાયા છે. કોસ્ટગાર્ડના તમામ સ્ટેશનોને સ્થાનિક વહીવટી તંત્રની મદદ અને રેસ્ક્યુ માટે તૈયાર કરાયા છે. કોસ્ટગાર્ડના 15 દરિયાઈ જહાજ અને 7 હવાઈ જાહાજને તૈયાર કરાયા છે. કોસ્ટગાર્ડના સ્ટેશને 29 સ્પેશ્યલ બોટ, 1000થી વધુ લાઈફ જેકેટ્સ સાથે 200 જવાનો કોઈ પણ સ્થિતિનો સામનો કરવા રેડી છે. કોસ્ટગાર્ડની મરીન રિસ્પોન્સ ટીમ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે. પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ  કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news