રાજ્યમાં પ્રથમવાર દૂધ મંડળી પાસે ઇન્કમટેક્ષ વસુલાયો: ખેડૂતોમાં રોષ

ઇન્કમટેકસ વિભાગ દ્વારા સુગર મિલોને નોટિસ ફટકાર્યા બાદ હવે રાજયમાં સૌ પ્રથમવાર દુધ મંડળીઓને પણ નોટિસ ફટકારવામા આવતા ખેડુત સમાજમા રોષની લાગણી જોવા મળી રહી છે. સુગર મિલો તથા દુધ મંડળી થઇને અંદાજિત 100 કરોડની રિકવરી નોટિસ આપવામા આવી છે.
 

રાજ્યમાં પ્રથમવાર દૂધ મંડળી પાસે ઇન્કમટેક્ષ વસુલાયો: ખેડૂતોમાં રોષ

ચેતન પટેલ/સુરત: ઇન્કમટેકસ વિભાગ દ્વારા સુગર મિલોને નોટિસ ફટકાર્યા બાદ હવે રાજયમાં સૌ પ્રથમવાર દુધ મંડળીઓને પણ નોટિસ ફટકારવામા આવતા ખેડુત સમાજમા રોષની લાગણી જોવા મળી રહી છે. સુગર મિલો તથા દુધ મંડળી થઇને અંદાજિત 100 કરોડની રિકવરી નોટિસ આપવામા આવી છે.

અત્યાર સુધી ઇન્કમટેકસ વિભાગ દ્વારા સુગર મિલોને નોટિસ આપવામા આવતી હોવાની વાત તો સાંભળવામા આવી છે. પરંતુ હવે ઇન્કટેકસ વિભાગ દ્વારા ગુજરાત રાજયની દુધ મંડળીઓને પણ નિશાન બનાવી રહી છે. રાજયમા 12 હજારથી વધુ દુધ મંડળીઓ આવેલી છે. જેઓ દ્વારા દુધ મંડળીની આવક બેંકમા મુકી તેમા વ્યાજની રકમ કમાય છે.

જો કે આ વ્યાજની રકમ પર હવે ઇન્કમટેક્ષ વિભાગે લાલ આંખ કરી છે. ઇન્કમટેકસ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકાની દુધ મંડળીને નોટિસ આપી તેના ખાતામાથી બારોબાર પોણા ચાર લાખ રુપિયા ઇન્કટેકસ કાપી લેવામા આવતા ખેડુત સમાજ દ્વારા રોષ વ્યકત કરવામા આવ્યો છે. શુગર મિલ અને દુધ મંડળી મળી કુલ્લે રુ 100 કરોડની રિકવરી નોટિસ કાઢવામા આવી હતી.

અમદાવાદના 607 વર્ષ: જાણો શહેરને ગુરુ માણેકનાથજીએ આપેલો અમુલ્ય વારસો

જો કે બાદમા ઉપર સુધી રજુઆત કરવામા આવતા ઇન્કટેકસની નોટિસ શરત ચૂકથી મોકલી આાપવામા આવી હોવાનુ નિવેદન આપી હાથ ઉંચા કરી દેવામા આવ્યા હતા. જો કે જે રીતે હવે દુધ મંડળીઓને નિશાન બનાવવામા આવી રહી છે તેને લઇને ટુંક જ સમયમા ખેડુત સમાજ દ્વારા આવાતને લઇને ઉગ્ર વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news