Corona Update: છેલ્લા 24 કલાકના 520 કેસ, 27 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર


ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. આજે પણ 500થી વધુ નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 330 કેસ સામે આવ્યા છે. 

 Corona Update: છેલ્લા 24 કલાકના 520 કેસ, 27 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કેસનો (Corona virus) રાફડો ફાટ્યો છે. છેલ્લા ઘણા દિવસથી દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Covid 19)ના નવા 520 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 27 લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 25148 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 348 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

છેલ્લા 24 કલાકમાં 520 નવા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર 16, ભરૂચ 7, જામનગર 6, જુનાગઢ 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ 4, પાટણ 4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અને અમરેલીમાં બે-બે કેસ નોંધાયા છે. તો મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા, મોરબીમાં એક-એક અને અન્ય રાજ્યના ચાર કેસ નોંધયા છે. 

અમદાવાદમાં વધુ 22 22 લોકોના મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 2, આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 233, જામનગરમાં 4, પંચમહાલમાં 3, દાહોદમાં 1, સુરતમાં 64, કચ્છ 4, ભાવનગર 2, ગાંધીનગર 1, વડોદરા 24, વલસાડ 4, નવસારી 2, ખેડા 1, બનાસકાંઠા 10, આણંદ 3, છોટાઉદેપુર 1 અને પાટણમાં એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 17438 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધી 3 લાખથી વધુ ટેસ્ટ
રાજ્યભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3 લાખ 3 હજાર 671 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં હાલ 6149 એક્ટિવ દર્દીઓ છે. જેમાં 69 સંક્રમિતો વેન્ટિલેટર પર છે. જ્યારે 6080 સ્ટેબલ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news