3 કલાકમાં આખે આખો ડેમ ઓવરફ્લો, ચેરાપુંજીમાં પણ ન હોય તેટલો વરસાદ બગદાણામાં પડ્યો, જળબંબાકાર

શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મંગળારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તિર્થધામ બગદાણા ખાતે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં એટલો ભયાનક થઇ ગયો કે ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બગદાણાનો પ્રસિદ્ધ બગડ ડેમ જોતજોતામાં ઓવરફ્લો થઇ ગયો હતો. બગડ નદીમાં પહેલા વરસાદે જ ન માત્ર ડેમ ભરાઇ ગયો પરંતુ બગદાણા અને નીચાણના દરેક ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાણી ધીરે ધીરે એટલું બધુ વધી ગયું કે, મહુવા-બગદાણા અને તળાજા મહુવા હાઇવે બંધ કરાવવાની તંત્રને ફરજ પડી હતી. 

3 કલાકમાં આખે આખો ડેમ ઓવરફ્લો, ચેરાપુંજીમાં પણ ન હોય તેટલો વરસાદ બગદાણામાં પડ્યો, જળબંબાકાર

ભાવનગર : શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મંગળારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તિર્થધામ બગદાણા ખાતે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં એટલો ભયાનક થઇ ગયો કે ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બગદાણાનો પ્રસિદ્ધ બગડ ડેમ જોતજોતામાં ઓવરફ્લો થઇ ગયો હતો. બગડ નદીમાં પહેલા વરસાદે જ ન માત્ર ડેમ ભરાઇ ગયો પરંતુ બગદાણા અને નીચાણના દરેક ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાણી ધીરે ધીરે એટલું બધુ વધી ગયું કે, મહુવા-બગદાણા અને તળાજા મહુવા હાઇવે બંધ કરાવવાની તંત્રને ફરજ પડી હતી. 

મંગળવારે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. તોફાની વરસાદ 6 ઇંચ ખાબક્યો હતો. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે થયેલા વરસાદના લીધે બગદાણામાંથી વહેતી બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બગડ નદીમાં એટલું પાણી આવ્યું કે, બગદાણા ગામમાં કેડ કેડ સમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત આસપાસના વિસ્તાર કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ, ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. 

ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 ટકા એક જ દિવસમાં ભરાઇ ગયો હતો. ઉપરવાસમાં પાણીની આવક યથાવત્ત રહેતા 0.15 મિમી ઓવરફ્લો થયો હતો. જળાશયમાંથી વહેતા પુરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઇ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસામાં પ્રથમ તબક્કાનાં વરસાદમાં ઓવર ફ્લો થઇ ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. 

મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જે જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થયો છે. જેમાં બગડ ડેમ જળસ્ત્રાવ વિસ્તારમાં 170 મી.મી અને રંઘોળા ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં 30 મી.મી વરસાદ નોંધાયો હતો. બગડ ડેમ ઓવરફ્લો થતા મોટીજાગધાર, નાની જાગધાર, લીલવણ અને તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થઇ હતી. જેના કારણે પાણીના પ્રવાહમાં અવર જવર નહી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news