BIG BREAKING: જેટકોની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે એક્ઝામ

GETCO Exam: રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો 28 અને 29 ડિસેમ્બરે  પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. 

BIG BREAKING: જેટકોની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે એક્ઝામ

GETCO Exam Date: જેટકોની પરીક્ષા મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતીના કારણે આ પરીક્ષા રદ્દ કરવાની નોબત આવી પડી હતી. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી છે. 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. અલગ અલગ 6 જીગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ રદ્દ કરવામાં આવેલી જેટકોની ભરતી બાદ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે GETCO દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરાઇ છે. જે મુજબ 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવાશે, જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે.  

મહત્વનું છે કે, રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો 28 અને 29 ડિસેમ્બરે  પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news