મહત્વનો નિર્ણય; સરકારે ગુજરાતભરમાં આ સેવા કરી દીધી ફ્રી, અત્યારસુધી લેવાતો હતો 1થી 5 રૂપિયા ચાર્જ
Gujarat goverment : ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Trending Photos
Pay and use toilets free At Bus Port: ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બસ પોર્ટ તેમજ આસપાસના પે એન્ડ યુઝ શૌચાલયમાં કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવાનો નિર્ણય કરાયો છે. જી હા...આ સાથે જ રાજ્ય સરકાર દર મહીને રૂપિયા 10 લાખની આવક જતી કરશે.
શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રકલ્પ,
કરીએ એસ.ટી.ની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ !
🚍 આજરોજ ગાંધીનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ' શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા ' નો શુભારંભ કરાવ્યો.
🚍 એક માસ સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ… pic.twitter.com/K5NL9XRznu
— Harsh Sanghavi (@sanghaviharsh) December 2, 2023
ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ગુજરાતના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવી માર્ચ સુધીમાં છુટા કરવામાં આવશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે.
બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રહેશે
ગુજરાતની એસટી બસમાં લાખો લોકો મુસાફરી કરે છે, તેમના માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના 125 બસ સ્ટેન્ડ અને અન્ય જગ્યાઓ પર ચૂંટાયેલા સભ્યો જેમાં 550 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેશનની સફાઈ માટે આ અભિયાનમાં જોડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે