અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ દુર્ઘટનામાં વધુ એક મોટી ખબર, હજી બે ગુજરાતી લાપતા છે
Gujarati In America : બોર્ડર પર આવેલી સેન્ટ લોરેન્સ નદીમાં કેનેડા પોલીસ અને કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન હજી ચાલુ છે... જેમાં વધુ મૃતદેહો મળી આવે તેવી શક્યતા છે
Trending Photos
Illegal immigration In America : કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર બોર્ડર ઓળંગતા વીજાપુરના ચૌધરી પરિવારને મોત મળ્યું. એક જ પરિવારના ચારેય સદસ્યોના મોત નિપજ્યાં છે. ત્યારે કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતા હોડી દુર્ઘટનામાં વધુ બે ગુજરાતીઓ હોવાની શંકા છે. આ દુર્ઘટનામાં હજુ બે લોકો લાપતા છે, અને તે પણ ગુજરાતી જ હોવાની શક્યતા વધુ છે.
સેન્ટ લોરોન્સ નદીમાં ચાર દિવસ પહેલા કુલ 8 લોકોના ગેરકાયદે અમેરિકામાં બોર્ડર પ્રવેશતા મોત થયા હતા. 30 માર્ચના રોજ 8 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. ભોગ બનેલો એક પરિવાર મહેસાણાના વીજાપુરનો વતની નીકળ્યો હતો. માતા-પિતા અને પુત્ર-પુત્રી સહિત ચાર લોકોના મૃતદેહ સેન્ટ લોરેન્સ નદીમાં મળી આવ્યા હતા. જોકે, કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ ઓપરેશન હજી પણ ચાલુ છે.
કેનેડા અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાંથી જાણવા મળ્યું કે, 8 નહિ પરંતું 19 લોકો સેન્ટ લોરેન્સ નદી મારફતે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા, જેમાં 7 ગુજરાતીઓ હોવાનું કહેવાય છે. 4 ગુજરાતીઓના મૃતદેહો મળી આવ્યા છે. પરંતું આ દુર્ઘટનામાં વધુ ગુજરાતીઓ માર્યા ગયા હોવાનું ચર્ચાય છે. લાપતા લોકોની નદીમાં શોધખોળ ચાલી રહી છે.
વીજાપુરના પરિવારનું મોત
મહેસાણાના વિજાપુરનો ચૌધરી પરિવાર કેનેડા ફરવા માટે ગયો હતો, જો કે ત્યાંથી આ પરિવારે કોઈ રીતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. હતો. આ માટે તેમણે અમેરિકા અને કેનેડાની સરહદ પાસેથી થઈને વહેતી સેન્ટ લોરેન્સ નદીનો ઉપયોગ કર્યો. ચૌધરી પરિવારના ચાર સભ્યો સહિત બોટમાં આઠ લોકો સવાર હતા. આ બોટ કેનેડાથી અમેરિકા તરફ આવી જ રહી હતી, ત્યારે બુધવારે રાત્રે અચાનક હવામાન ખરાબ થયું, પવન અને વરસાદ વચ્ચે ફસાઈ જતા બોટ નદીમાં પલટી ગઈ. આ અકસ્માતમાં બોટમાં સવાર આઠેય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. મૃતકોમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ, તેમના પત્ની દક્ષાબેન, દંપતીની 23 વર્ષની દિકરી વિધિ અને 20 વર્ષના પુત્ર મીતનો સમાવેશ થાય છે. અન્ય ચાર મૃતકો રોમાનિયાના હોવાની પુષ્ટિ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે