જો તમારા શરીર પર ટેટુ છે તો સરકારી નોકરી ભૂલી જજો, જાણો સરકારના નવા નિયમ વિશે
દિલ્હી પોલીસ સહિત તમામ કેન્દ્રીય સશસ્ત્ર સૈન્ય દળોમાં નોકરી મેળવવા માટેની તૈયારી કરી રહ્યા છે, તો શરીર પર ટેટુ બનાવશો તો નોકરી નહી મળે. નહી તો તમામ પરીક્ષાઓ પાસ કરવા છતા પણ તમે નોકરી મેળવી નહી કરી શકો.
Trending Photos
નવી દિલ્હી : દિલ્હી પોલીસ સહિત તમામ કેન્દ્રીય સશસ્ત્ર સૈન્ય દળોમાં નોકરી મેળવવા માટેની તૈયારી કરી રહ્યા છે, તો શરીર પર ટેટુ બનાવશો તો નોકરી નહી મળે. નહી તો તમામ પરીક્ષાઓ પાસ કરવા છતા પણ તમે નોકરી પ્રાપ્ત નહી કરી શકો. એવા જ એક કિસ્સામાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પરીક્ષઆ, 2020 માં સબ ઇન્સપેક્ટરની પરીક્ષામાં સફળ રહેવા છતા પણ યુવકને નોકરી નહોતી મળી. હાઇકોર્ટે સર્જરી બાદ હાથ પર ટેટુ હટાવ્યા બાદ કેન્દ્ર સરકારને યુવકને નોકરી આપવા અંગે વિચાર કરવા માટેનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને સૌરભ બેનર્જીની પીઠે પ્રદીપની આ અરજીનો નિકાલ કરતા આદેશ આપ્યો છે કે, જેમાં તેના શરીર પર ટેટુ હોવાના કારણે નોકરી નહી મળી શકવાના કારણે કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, સર્જરી દ્વારા ટેટુ હટાવીને બે અઠવાડીયાની અંદર મેડિકલ બોર્ડમાં હાજર થવા માટેની સ્વતંત્રતા આપી હતી.
શું છે નીતિ?
સબ ઇન્સપેક્ટરના પદ માટે 2020 માં ભરતી પરીક્ષાની શરત હેઠળ અરજદારના શરીર પર ટેટુ હોવાની સ્થિતિમાં નોકરી ન આપી શકાય તેવું પ્રાવધાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આર્મીમાં પણ ટેટુ હોય તેવા વ્યક્તિની ભરતી કરવામાં આવતી નથી. જો કે આદિવાસી અને ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા લોકોને તેમાંથી છુટ મળતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે