મારી પત્નીને છોડી દેજે નહીં તો... કહી મહિલાના પતિએ યુવક સામે તાકી રિવોલ્વર, બે રાઉન્ડ ફાયરિંગ કર્યા અને...
વર્તમાન સમયમાં ઘણા વિચિત્ર બનાવો સામે આવતા હોય છે. આવો જ એક બનાવ આજે મોરબી તાલુકાનાં બેલા ગામે બન્યો હતો. જેમાં એક યુવાને મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે યુવાને મૈત્રી કરાર કર્યા હતા. તેના પતિએ યુવાનને મારી નાખવાની કોશિશ કરી હતી
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા તેના પતિ દ્વારા યુવાનની સામે રિવોલ્વર તાકીને તેની પત્નીને છોડી દેવા માટે ધમકી આપવામાં આવી હતી. બાદમાં યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિતના બે આરોપીની ધરપકડ કરી છે.
વર્તમાન સમયમાં ઘણા વિચિત્ર બનાવો સામે આવતા હોય છે. આવો જ એક બનાવ આજે મોરબી તાલુકાનાં બેલા ગામે બન્યો હતો. જેમાં એક યુવાને મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે યુવાને મૈત્રી કરાર કર્યા હતા. તેના પતિએ યુવાનને મારી નાખવાની કોશિશ કરી હતી. જેથી કરીને ભોગ બનેલા મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (૩૦) એ મહિલાના પતિ નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ રહે. મુળ તળાવિયા શનાળા હાલ. ઉમા ટાઉનશીપ, મોરબી અને તેના મિત્ર યોગેશભાઇ બરાસરા રહે. મૂળ નશીતપર હાલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બેલા ગામે જે બનાવ બન્યો છે તેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા પોતાના ઘરેથી કારખાને જતા હતા. ત્યારે રસ્તામાં બંને આરોપી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઈ બરાસરા મહેન્દ્રા થાર ગાડીમાં આવ્યા હતા અને ગૌતમભાઈને ઊભા રાખીને “અસ્મીતા કે જે નવનીત ઉર્ફે નંદોની પત્ની છે તેની સાથે મૈત્રી કરાર કર્યા છે તે અસ્મિતાને છોડી દેજે તેમ કહીને યુવાનને મારી નાખવાના ઇરાદે તેની સામે નવનીત ઉર્ફે નંદોએ રીવોલ્વર તાકી હતી અને તેના પગ પાસે રીવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં પોલીસે એવું પણ જણાવ્યુ હતું કે, છેલ્લા બે મહિનાથી નવનીતની પત્ની ગૌતમભાઈ સાથે મૈત્રી કરાર કરીને રહે છે.
હાલમાં બેલા ગામની સીમમાં જે ઘટના બની હતી તેમાં મૈત્રી કરાર કરનાર યુવાનની ફરિયાદ લઈને પોલીસે ફાયરિંગ કરનારા મહિલાના પતિ સહિતના બંને આરોપીઓની સામે આઈ.પી.સી કલમ- ૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે