ગેસ ગિઝર વાપરતા હોવ તો આટલું જાણી લેજો! અમદાવાદમાં યુવતિનું થયું મોત

carbon monoxide: અમદાવાદ શહેરના આર્કેડ ગ્રીન એપાર્ટમેન્ટમાં 7મા માળે ગીઝરમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગીઝરમાં લાગેલી આગ ઘરમાં પ્રસરતા વિકરાળ રુપ ધારણ કર્યું હતું. જેમાં એક યુવતીનું મોત થયું હતું.

ગેસ ગિઝર વાપરતા હોવ તો આટલું જાણી લેજો! અમદાવાદમાં યુવતિનું થયું મોત

Gas geyser: શિયાળાની ઋતુ આવતાની સાથે જ લોકો પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવા લાગે છે. ઠંડા પવનની આ સિઝનમાં ઠંડા પાણીમાં હાથ નાખવો પણ મુશ્કેલ છે. ઠંડીથી બચવા લોકો વારંવાર ગરમ પાણીનો ઉપયોગ કરે છે. આજકાલ પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઘણો ઉપયોગ થાય છે. મોટા ભાગના લોકો ઠંડીમાં નહાવા માટે પાણી ગરમ કરવા માટે ગીઝરનો સહારો લે છે. તો ઘણી વખત ગિઝરનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો જોખમકારક સાબિત થાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે.

અમદાવાદ શહેરના આર્કેડ ગ્રીન એપાર્ટમેન્ટમાં 7મા માળે ગીઝરમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગીઝરમાં લાગેલી આગ ઘરમાં પ્રસરતા વિકરાળ રુપ ધારણ કર્યું હતું. જેમાં એક યુવતીનું મોત થયું હતું. તો આવી સ્થિતિમાં જો તમે પણ ગેસ ગિઝરનો ઉપયોગ કરતા હોવ તો જાણી લો તેની સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો....

બજારમાં મુખ્યત્વે ચાર અલગ-અલગ પ્રકારના ગીઝર ઉપલબ્ધ છે, જેમાં ઇલેક્ટ્રિક વોટર ગીઝર, ઇન્સ્ટન્ટ વોટર ગીઝર, સ્ટોરેજ ગીઝર, ગેસ ગીઝરનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના ગીઝર માટે સલામતી, સાવચેતીઓ અને જાળવણી અલગ છે. 

ગીઝરને યોગ્ય તાપમાને સેટ કરો
જ્યારે પણ તમે ગીઝરનો ઉપયોગ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે ગીઝર માટે યોગ્ય તાપમાન સેટ કરો. ઘણી વખત ઊંચા તાપમાનના સેટને કારણે પાણી વધુ પડતું ગરમ ​​થઈ જાય છે. સામાન્ય રીતે ગીઝરનું તાપમાન 45-40 ડિગ્રી વચ્ચે રાખવું જોઈએ. આ ઉપરાંત વીજળીનો પણ બગાડ થાય છે. 
  
ગીઝરને જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખો
બાથરુમમાં ઘણા પ્રકારના ટોનર, એસિડ વગેરે પણ જ્વલનશીલ પદાર્થો રાખવામાં આવે તો અકસ્માત થઈ શકે છે. જેથી કરી તેને રાખવાનું ટાળો......

વેન્ટિલેશનની કાળજી લો
ઘરના જે પણ ભાગમાં તમે ગીઝર લગાવો છો, તેને લગાવતી વખતે વેન્ટિલેશનનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેને બાથરૂમ કે વોશરૂમમાં ગમે ત્યાં સ્થાપિત કરતી વખતે વેન્ટિલેશનની સારી વ્યવસ્થા કરો. જો યોગ્ય વેન્ટિલેશન ન હોય તો તે અકસ્માતનું કારણ બની શકે છે.

ગીઝરને ચાલુ કરીને તેનો ઉપયોગ કરશો નહીં
ગીઝરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તે લાંબા સમય સુધી ચાલુ ન હોવું જોઈએ. કારણ કે જો તેને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો તે ગરમ થયા બાદ વિસ્ફોટ થઈ શકે છે. આટલું જ નહીં, ઘણી વખત ચાલુ રાખવાને કારણે બોઈલર પર દબાણ આવવાથી લીકેજ પણ થઈ શકે છે, જેના કારણે કરંટ પણ આવી શકે છે. એટલા માટે જ્યારે પણ તમે ગીઝરમાંથી ગરમ પાણી કાઢો ત્યારે હંમેશા સ્વીચ ઓફ રાખો અને ઉપયોગ કર્યા પછી તેને બંધ કરવાનું ભૂલશો નહીં.

ઉપયોગ કરતા પહેલા સર્વિસિંગ કરો
જો તમે પણ ગીઝરનો ઉપયોગ ઠંડી થતાંની સાથે જ કરો છો, તો સર્વિસિંગ વગર તેનો ઉપયોગ કરશો નહીં. આ સિવાય શિયાળામાં પણ દર છ મહિને તેની સર્વિસ કરાવતા રહો. આની મદદથી ગીઝરમાં કોઈપણ પ્રકારની સમસ્યા પહેલાથી જ જાણી શકાશે અને તમે કોઈપણ અકસ્માતથી બચી શકશો. આ સિવાય ઘરમાં હંમેશા કોઈ પ્રોફેશનલ પાસેથી ગીઝર લગાવો, કારણ કે તેને લગાવવામાં નાની ભૂલ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news